બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / New-junior forces in BJP? signals from back to back meetings

રાજનીતિ / BJP માં નવા-જૂનીના એંધાણ? એક બાદ એક બેઠકોથી મળ્યા સંકેત, સરકાર-સંગઠનમાં મોત ફેરબદલ થાય તેવી અટકળો

Priyakant

Last Updated: 10:27 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election News: ભાજપના દિગ્ગજ નેતાઓની સતત બે દિવસ મળેલી બેઠક બાદ હવે ટુંક સમયમાં પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી શકે

  • દેશમાં 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં 
  • ભાજપના દિગ્ગજ નેતાઓની સોમ-મંગળ  પાર્ટી કાર્યાલયમાં બેઠક 
  • હવે ટુંક સમયમાં પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી શકે

દેશમાં 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ તરફ હવે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પાણ મોતઆ ફેરફારો જોવા મળી શકે છે. વાત જાણે એમ છે કે, ભાજપના દિગ્ગજ નેતાઓની સોમવારે રાતે પાર્ટી કાર્યાલયમાં એક બેઠક મળી હતી. જોકે બીજા દિવસે મંગળવારે પણ આ બેઠક મોડી સાંજ સુધી ચાલી હોઇ હવે ટુંક સમયમાં પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. 

લોકસભા ચુંટણીને લઈ ભાજપમાં બેઠકોનો દોર શરૂ 
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપના સંગઠનમાં મોટો ફેરફાર થઈ શકે છે. પાર્ટીના કેન્દ્રીય એકમમાં મોટા ફેરફારોની સાથે સાથે ચૂંટણી રાજ્યોની ટીમોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.  આ દરમિયાન સોમવારે મોડીરાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ પાર્ટી કાર્યાલયમાં મળ્યા હતા. આ સાથે બીજા દિવસે મંગળવારે પણ આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી. આ બેઠકમાં આ ફેરફારો અંગે ગંભીર ચર્ચા થઈ હતી. 

File Photo 

કર્ણાટકમાં હાર બાદ ભાજપ એક્શનમાં
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પાર્ટીની શરમજનક હાર બાદ પાર્ટી ફરી એકવાર તેના સમીકરણો 'રીસેટ' કરવાના મૂડમાં છે. પાર્ટીના ટોચના નેતાઓનું માનવું છે કે, જે રીતે કોંગ્રેસે લોકપ્રિય યોજનાઓની મદદથી હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં મતદારોને આકર્ષ્યા છે, તેનાથી પાર્ટીને 2024માં ઘણા રાજ્યોમાં મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. તેને જોતા પાર્ટીએ પોતાની રણનીતિ બદલવાની જરૂર છે અને તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

File Photo

આગામી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા કવાયત
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના આગામી ચૂંટણી રાજ્યોમાં સૌથી વધુ ફેરફારો જોવા મળી શકે છે. કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા યોજાઈ રહેલી આ વિધાનસભા ચૂંટણીઓને 2024ની સેમી ફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, આ ચૂંટણીઓનું મહત્વ ઘણું વધી ગયું છે. ભાજપ આ રાજ્યોમાં સારું પ્રદર્શન કરીને 2024 માટે પોતાનો દાવો મજબૂત કરવા માંગે છે. તેને જોતા આ રાજ્યોમાં પાર્ટીના ખાસ મોટા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.

નવી યોજનાઓની વોટબેંક મજબૂત કરશે ભાજપ
નવા સમીકરણોમાં ભાજપ નવા સહયોગીઓ સાથે સામાજિક અને જ્ઞાતિના સમીકરણો સંભાળીને નવી યોજનાઓની મદદથી પોતાની વોટબેંક મજબૂત કરવાના પ્રયાસો કરી શકે છે. PM નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વિપક્ષના આક્રમણને ખાળવા માટે કેટલીક અન્ય લોકપ્રિય જાહેરાતો સાથે બહાર આવી શકે છે, સંગઠનમાં ફેરફાર એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે.  

સંગઠનમાંથી કેટલાક લોકોને સરકારમાં મોકલવામાં આવી શકે
આ તરફ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પરિવર્તનની આ પ્રક્રિયામાં સંગઠનમાંથી કેટલાક લોકોને સરકારમાં મોકલવામાં આવી શકે છે તો સરકાર તરફથી કેટલાક નેતાઓને સંગઠનમાં લાવીને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. 

કર્ણાટક હાર્યા બાદ અનેક ફેરફારો થઈ શકે 
વાસ્તવમાં કર્ણાટક ચૂંટણી બાદ રાજકીય માહોલ બદલાઈ ગયો છે. જ્યારે નીતિશ કુમાર વિપક્ષની એકતા તરફ સકારાત્મક પહેલ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાની અંદર નવી ઉર્જા અનુભવી રહી છે. રાહુલ ગાંધીના પ્રહારો કેન્દ્રમાં વધુ સચોટ લાગે છે. આ જોતા ભાજપ મોટા ફેરફારો સાથે ચૂંટણીનો સામનો કરવાની રણનીતિ બનાવી રહી છે. કર્ણાટક ચૂંટણીમાં હાર માટે પાર્ટી સંગઠનના મહાસચિવ બીએલ સંતોષને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પાર્ટીના રાજ્ય સ્તરના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, બીએલ સંતોષ અને પ્રહલાદ જોશીએ તેમના જૂથના નેતાઓને વધુ પ્રાધાન્ય આપ્યું અને અન્ય વર્ગોને નારાજ કર્યા. જેનું પરિણામ હારના રૂપમાં જોવા મળ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ