બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New Chief Minister Bhupendra Patel gave the order

મોટો આદેશ / મુખ્યમંત્રીની શપથ લે તે પહેલાં જ ભૂપેન્દ્ર પટેલે આપી દીધો આ મોટો આદેશ, કહ્યું તાત્કાલિક બચાવો

Ronak

Last Updated: 10:32 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મોટો આદેશ આપ્યો છે. જેમા તેમણે કહ્યું કે જામનગરમાં વરસાદને કારણે 3 ગામમાં 35 જેટલા લોકો ફસાઈ ગયા છે. તેમને બચાવીને બહાર કાઢવામાં આવે.

  • નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો આદેશ 
  • વરસાદમાં ફસાયેલા 35 લોકોને બચાવાના આપ્યા આદેશ 
  • શપથ લીધા પહેલા આફ્યો CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ 

ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવા ની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

નીતિન પટેલે નવા CMને મિત્ર ગણાવ્યા 

બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલને મળવા પણ પહોચ્યા હતા જ્યા નીતિન પટેલે પણ તેમના વખાણ કર્યા. નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે. જેથી મારી નારાજગીની વાત ખોટી છે. સાથેજ નીતીન પટેલે કહ્યું કે પાર્ટીએ મને જવાબદારી આપીને મોટો કર્યો છે. જેથી પાર્ટી પ્રત્યે પણ મારી કોઈ નારાજગી નથી. 

હું નારાજ થઉ એ યોગ્ય નથી: નીતિન પટેલ 

ઉપરાંક નિતિન પટેલે એવું પણ કહ્યું કે કોઈપણ રાજનેતા હોય એ પહેલાં લોકોના દિલ માં હોય છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપ સાથે જોડાયેલ કાર્યકાર છુ. હું 6 વાર હું ધારાસભ્ય બન્યો એ મતદાતાઓના પ્રેમ ના કારણે બન્યો. હું હજારો કાર્યકરોઓને માર્ગદર્શન આપું છું. હું નારાજ થાવ એ યોગ્ય નથી. સાથેજ તેમણે કહ્યું કે નસીબ, સમય સંજોગને આધીન બધુ થતું હોય છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ તેમના મિત્ર છે અને તેઓ અને ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને કામ કરીશે

સંકળાયેલા મુદ્દાઓ

cm bhupendra patel gujarat order આદેશ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Big Order
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ