બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / netflix movie man did 78 marriages harassment case know more

OMG / આ શખ્સે 78 વખત કર્યા લગ્ન, 12 વર્ષની કિશોરીને પણ બનાવી હતી પત્ની, હવે તેના પર બની રહી છે ફિલ્મ

Arohi

Last Updated: 11:32 AM, 11 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે જેફ્સની પોતાની એક અલગ જ સત્તા ચાલતી હતી. તેના અનુયાયીઓ તેને ભગવાનનો દૂત માનતા હતા અને આ ચહેરા પાછળ છુપાઈને તેણે કેટલાય લગ્નો કર્યા સાથે જ ઘણી છોકરીઓનું શોષણ પણ કર્યું હતું.

  • આ શખ્સે કર્યો 78 લગ્ન 
  • ઘણી યુવતીઓનું કર્યુ શોષણ 
  • બાળકોનું કરતો હતો જાતીય શોષણ

જ્યાં લોકો માટે એક લગ્ન પણ સંભાળવા મુશ્કેલ બને છે. ત્યાં આ વ્યક્તિએ 78 લગ્ન કર્યા છે. આ શખ્સની પત્નીઓની યાદી ઘણી લાંબી છે. આ વ્યક્તિનું નામ વોરેન જેફેલ છે. જેની ઉંમર 66 વર્ષ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જેફની પત્નીઓની યાદીમાં 12 વર્ષની વય સુધીની કિશોરીઓનો સમાવેશ થાય છે અને હવે તે બાળકોના જાતીય શોષણ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હવે નેટફ્લિક્સ પર જેફ્સ વિશે એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તેના તમામ કાળા કારનામાનો ખુલાસો થશે.

બાળકીઓનું કરતો હતો શોષણ
એક સમયમાં જેફ્સની પોતાની એક અલગ સત્તા હતી. તેના અનુયાયીઓ તેને ભગવાનનો દૂત માનતા હતા અને આ ચહેરા પાછળ છુપાઈને તેણે ઘણા લગ્નો કર્યો સાથે જ ઘણી છોકરીઓનું શોષણ પણ કર્યું હતું. 

12 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન 
જેફ્સ જેણે પોતાને ભગવાનનો દૂત ગણાવ્યો હતો 90 ના દાયકામાં તેના 10,000 થી વધુ અનુયાયીઓ હતા. તેમના ફાર્મ હાઉસમાં લગભગ 500 બાળકો અને મહિલાઓ રહેતા હતા. આ સમય દરમિયાન તેણે 12 વર્ષની કિશોરી સાથે લગ્ન કર્યા, જેને તેણે 'આધ્યાત્મિક લગ્ન' ગણાવ્યા.

17-18 વર્ષની છોકરીઓ પણ સામેલ છે
વૉરેને એક-બે નહીં પણ અનેક છોકરીઓનું શોષણ કર્યું હતું. તેની પત્નીઓની યાદીમાં મોટે ભાગે નાની છોકરીઓનો સમાવેશ થતો હતો. જેમાંથી 24 પત્નીઓ માત્ર 17-18 વર્ષની હતી. પણ કહેવાય છે કે દુષ્ટતા લાંબો સમય ટકતી નથી. આથી તેમની સત્તા પણ લાંબો સમય ટકી શકી નહીં અને તમામ ફરિયાદો બાદ તેઓ અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના રડાર પર આવી ગયા.

મુકવામાં આવ્યો મોસ્ટ વોન્ટેડની યાદીમાં
બાદમાં તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. તેની 2006 માં ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ પછી તેના ફાર્મ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તમામ બાળકો અને મહિલાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

વૉરેનની કેદમાંથી બહાર આવેલા લોકોએ કર્યો ખુલાસો
વૉરેનની કેદમાંથી બહાર આવેલા લોકોએ જણાવ્યું કે ત્યાં સગવડના આધુનિક માધ્યમો નથી. ટીવી, ઈન્ટરનેટ, સંગીત વગેરે કંઈ નહોતું. ત્યાં ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું. લોકોને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. 

વૉરનનો દરેક પર કંટ્રોલ હતો. મહિલાઓને વધારે મેકઅપ કરવાની પણ છૂટ ન હતી. પત્નીથી જન્મેલા વૉરેનના પુત્ર Wendell Jeffsonએ કહ્યું, 'હું 15 વર્ષની માતાઓ સાથે મોટો થયો છું. વૉરેને 12 વર્ષની ઉંમર સુધીની છોકરી સાથે લગ્ન કર્યા અને મને કહેવામાં આવ્યું કે સંબંધમાં તે છોકરી મારી માતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ