બ્રેકિંગ ન્યુઝ
માણસો ઉપવાસ રાખે છે એ તો સૌને ખબર જ હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રાણીએ ઉપવાસ કર્યો હોય? તો અમે તમને એક એવા પ્રાણીસંગ્રહાલય વિશે માહિતી આપીશું જ્યાં વાઘને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ પર રાખવામાં આવે છે. જે દિવસે તેને માંસનો એક ટુકડો પણ આપવામાં નથી આવતો. વિશ્વમાં એક એવું પ્રાણી સંગ્રહાલય પણ છે કે જ્યાં વાઘ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખે છે. જણાવી દઈએ કે આની પાછળનું કારણ પૈસાની તંગી નથી. પરંતુ વાઘને તેના ફાયદા માટે જ ઉપવાસ પર રાખવામાં આવે છે.
ADVERTISEMENT
એમ તો વાઘ માંસાહારી હોય છે, પરંતુ નેપાળના સેન્ટ્રલ પ્રાણી સંગ્રહાલયમાં જ્યાં વાઘોને એક દિવસ માટે માંસનો એક ટુકડો પણ નથી આપવામાં આવતો. એક રિપોર્ટ અનુસાર, પ્રાણી સંગ્રહાલય દ્વારા આવું જાણી જોઈને કરવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ આર્થિક તંગી નહીં પણ વાઘનું સ્વાસ્થ્ય છે. પ્રાણી સંગ્રહાલયના એક અધિકારીએ જણાવ્યું કે વાઘનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે તેમને શનિવારે ઉપવાસ પર રાખવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા માટે કરાવાય છે 'ઉપવાસ'
ADVERTISEMENT
પ્રાણી સંગ્રહાલયના સંચાલકના જણાવ્યા અનુસાર, વાઘોને પ્રાણી સંગ્રહાલયમાં ન ખાવાની કોઈ સમસ્યા છે કે ન રહેવાની કોઈ તકલીફ. પરંતુ તેમણે ભૂખ્યા રાખવા પાછળ એક કારણ છે. તેમનું વજન વધતું અટકાવવા માટે ઉપવાસ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે માદા વાઘને દરરોજ 5 કિલો અને નર વાઘને 6 કિલો ભેંસનું માસ આપવામાં આવે છે. પરંતુ આ વાઘોને ઓવરવેઈટ થતા બચાવવા શનિવારે માંસ આપવામાં નથી આવતુ. જેથી તેનું પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
વધુ વાંચો: 54 વર્ષ બાદ જોવા મળેલા સૌથી લાંબા સૂર્યગ્રહણનો આવો હતો અદ્દભૂત નજારો, NASA એ જાહેર કર્યો વીડિયો
ADVERTISEMENT
વાઘનું વજન વધી જાય તો...
એક્સપર્ટ અનુસાર, જો વાઘનું વજન વધી જાય તો તેને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેમના પેટ નીચે ચરબી જમા થવા લાગે છે અને તે દોડતી વખતે થાકી જાય છે, શિકાર કરી શકતા નથી. વાઘનું વજન દવાથી કંટ્રોલ કરવું સરળ છે, પણ આ યોગ્ય રીત નથી. ઉપવાસ કરાવવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે. માંસાહારી પ્રાણીઓ જો એક દિવસ કહ્વાનું ન ખાય તો તેમનાં સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થાય છે. આથી નેપાળના પ્રાણી સંગ્રહાલયના વાઘોને એક દિવસ માટે જમવાનું અપાતું નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.