Navsari girl gang rape and suicide case Bicycle found vadodara police
તપાસ /
વડોદરા દુષ્કર્મ કેસઃ LCBને મળી મહત્વની કડી, બંધ મકાનની ઝાડીઓમાં સિક્યુરિટી ગાર્ડે સંતાડી હતી સાઈકલ, ગાર્ડની અટકાયત
Team VTV10:29 PM, 24 Nov 21
| Updated: 10:40 PM, 24 Nov 21
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને કથિત આપઘાત મામલે પોલીસ હજુ પણ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. જોકે LCB પોલીસને પીડિતાની સાઈકલ શોધવામાં સફળતા મળી છે.
વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ કથિત આપઘાતનો મામલો
પીડિતાની સાઈકલ શોધવામાં રેલવે LCB પોલીસને સફળતા
ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ
વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ કથિત આપઘાતના કેસમા વધુ એક કડી મળી છે. પીડિતાની સાઈકલ શોધવામાં રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એક સિક્યુરિટી ગાર્ડ પાસેથી યુવતીની સાઈકલ મળી આવી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડ M.D સિક્યુરિટીમાં કામ કરે છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરીને રેલવે LCB પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે. સાયકલ પુનિતનગર નજીક પ્રાઇવેટ કવાટર્સમાંથી મળી છે. મહેશ રાઠવાએ સાઇકલ બંધ મકાનમાં રાખી હતી. મકાન 10 વર્ષથી બંધ હતું. સાઈકલ ઝાડીઓમાં સંતાડી હતી. સાઇકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.
વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની શંકાસ્પદ ભૂમિકા?
દુષ્કર્મ કેસમાં ઘટનાસ્થળ વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની શંકાસ્પદ ભૂમિકા? મહત્વનું છે કે યુવતીએ બસ ચાલકની મદદ માંગી એ સમયે વોચમેનનો પણ ઉલ્લેખ હતો. સાયકલ ગૂમ થઇ હતી તેમાં વોચમેનનો રોલ છે કે નહીં તે દિશામાં તપાસમાં ચાલી રહી છે.
એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇઃ રેલવે SP
રેલવે SP પરિક્ષીતા રાઠોડે કહ્યું હતું કે, 20 દિવસથી તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ટેક્નિકલ તપાસ કરી છે. જોકે આરોપીઓ અંગે હજી કોઇ ભાળ મળી નથી. યુવતીની સાઈકલ ક્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે. 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે.
ઓએસીસ સંસ્થા વિરુદ્ધ તપાસના આદેશ
ઓએસીસ સંસ્થા મામલે તપાસ એસીપી ક્રાઇમને સોંપાઈ છે. નાગરિકો અને મીડિયા દ્વારા ઓએસીસ સંસ્થાનો ભૂતકાળ રજૂ કરાતા નિર્ણય લેવાયો છે. સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ તે અંગે તપાસ બાદ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનરે એસીપી ક્રાઇમને તપાસ સોંપી છે. સંસ્થાએ યુવતી સાથે થયેલી ઘટના પર કેમ ઢાંક પીછોડો કર્યો તે એન્ગલથી પણ તપાસ થશે.
પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા
ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. ત્યારે પોલીસે પ્રજાની મદદ લેવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યા છે. સામુહિક દુષ્કર્મ મામલે હવે પોલીસે પ્રજાનો સહયોગ માંગ્યો છે. ગુનેગારો અંગેની માહિતી આપવા પોલીસના નંબરો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0265 2415111/100 જાહેર. DCB પોલીસ સ્ટેશનનો 0265 2513635 નંબરથી સંપર્ક કરી શકાશે. PI આર.એ જાડેજાના 9825750363 નંબર પર માહિતી આપી શકાશે. PI વી.આર ખેરના 9909267090 નંબર પર સંપર્ક કરી શકાશે. PI વી.બી આલના મોબાઈલ નંબર 8980037926 પર સંપર્ક કરી શકાશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત કુલ 400 પોલીસ કર્મીઓ તપાસ કરશે. ગુનેગારોની માહિતી આપનારની વિગતો પોલીસ ગુપ્ત રખાશે.
પીડિતાના શરીર પરથી મળી આવ્યા ઘા
PM રિપોર્ટમાં પીડિતાના શરીરે ઘા વાગેલા જોવા મળ્યા છે...યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાના પુરાવા મળ્યા છે.
સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 6 સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITના સભ્યો દ્વારા ઘટનાસ્થળે જઈને પણ તપાસ કરવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ કહ્યું થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠશે
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં પોલીસ હાલ તો ગોથા ખાઈ રહી તેવુ લાગી રહ્યું છે તેવા સમગ્ર કેસ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ફરી નિવેદન આપવામાં આવ્યું હતું કે યુવતીને ન્યાય અપાવીને રહીશું. થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠી જશે. આરોપીને પકડી જનતા સમક્ષ લાવવામાં આવશે. પીડિતાની માતા વારંવાર ગૃહરાજ્યમંત્રી સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી રહી છે. આ પહેલા પણ પીડિતા યુવતીના ભાઈ તરીકે ન્યાય અપાવીશ એવું હર્ષ સંઘવી કહી ચૂક્યા છે. રેલવે પોલીસ આપઘાત કેસને પોતાની રીતે ખોળી રહી છે જ્યારે વડોદરા પોલીસ દુષ્કર્મના કેસની તપાસમાં જોતરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહાયક ભૂમિકામાં માર્ગદર્શન આપી રહી છે પણ હજુ સુધી કેસ ગોળ ગોળ ફરી રહ્યો છે.
કેસ પોલીસ 'અંધારા ઉલેચે' છે?
વડોદરામા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિટના કેસમાં હવે ઓએસીસ સંસ્થાના કેટલાક લોકો પોલીસ રડારમાં આવ્યા છે. શું આ ઘટના અંગે સંસ્થાના કેટલાક લોકોને જાણ હતી ? પોલીસે સંસ્થાના કેટલાક કર્મચારીઓના મોબાઈલ અને તેની વિગતો ચકાસવા માટે 'ટ્રેસ'કરવા શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ યુવતીના કેસ અંગે પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કહ્યું કે, ન્યાય મળવો જોઇએ.
હત્યા કે આત્મહત્યા?
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી તે વાત હવે કોરા કાગળની જેમ સાફ છે. કારણ કે, એક દીકરીનું ખુલ્લેઆમ અપહરણ થઈ જાય છે. તેની સાથે ગેંગરેપ થાય છે. અને ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઈને લટકેલી હાલતમાં મળી આવે છે. પુરાવાઓ આત્મહત્યા નહીં હત્યાની દીશામાં ઈશારો કરી રહ્યા છે. જ્યારે પોલીસ આત્મહત્યાની દીશામાં તપાસ કરી રહી છે તે પણ મોટો સવાલ છે.
યુવતીની આત્મહત્યાનો મામલો શું છે?
નવસારીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ થતા યુવતીએ આપઘાત કર્યો
યુવતી વડોદરામાં અભ્યાસ અને OASIS સંસ્થામાં ફેલોશિપ કરતી હતી
2 નવેમ્બરે ઘરે જતી હતી ત્યારે વડોદરામાં તેનું અપહરણ થયું
વડોદરાના બે રિક્ષાચાલકોએ યુવતીનું અપહરણ કરી ગેંગરેપ કર્યો
દુષ્કર્મની ઘટના એક બસ ડ્રાઇવરના ધ્યાને આવતા ડ્રાઇવરે મદદ કરી હતી
4 નવેમ્બરે યુવતીનો વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી મૃતદેહ મળ્યો
મૃતદેહ સાથે રેલવે પોલીસને એક ડાયરી મળી આવી હતી
આ ડાયરીમાં યુવતીએ પોતાના પર ગેંગરેપની ઘટનાની નોંધ કરી હતી
ડાયરીમાં યુવતીએ પોતાને વડોદરા બસ ડ્રાઇવરે બચાવ્યાની પણ નોંધ કરી હતી
14 નવેમ્બરે પોલીસને સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ મળ્યા
પીડિત યુવતીએ ઘટના પહેલા ચાંદોદની મુલાકાત લીધી હતી
પીડિતા એકાદ વર્ષ અગાઉ સંસ્થાની ચાંદોદ શાખામાં પણ કામ કરતી હતી
3 નવેમ્બરની રાત્રે 11.30 કલાકે યુવતીએ મેસેજ મોકલ્યો હતો
સંજીવભાઈ નામના વ્યક્તિને પીડિતાએ મેસેજ મોકલ્યો હતો
યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું
ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી
ઓએસીસ સંસ્થાની ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી
સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી
ટ્રસ્ટીઓને દુષ્કર્મની ઘટનાની જાણ હોવા છતાં છૂપાવી હતી વાત
પીડિતાએ સંસ્થાની કર્મચારી વૈષ્ણવીને ડાયરીના ફોટો મોકલ્યા હતા
સંસ્થાની કર્મચારીએ ટ્રસ્ટી પ્રીતિ નાયરને બતાવ્યા હતા ફોટો
સંસ્થામાં સંજીવ શાહ, શૈલેષ શાહ અને પ્રીતિ નાયર છે ટ્રસ્ટી