બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / navami 2023 offer this bhog to ma durga on navami the last day of shardiya navratri

બોલ માડી અંબે / આજે છેલ્લું નોરતું, તમામ માનતા અને બાધાઓ પૂર્ણ કરશે જગતજનની: માતાજીને લગાવો આ વસ્તુઓનો ભોગ

Manisha Jogi

Last Updated: 12:29 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવરાત્રીનું નવમું નોરતુ છે. નવમીના દિવસે ભક્તો ઘરમાં કન્યાપૂજન કરે છે અને તેમને ભોજન કરાવવામાં આવે છે. આજના દિવસે માતાજીને ભોગ તરીકે શું ધરાવી શકાય?

  • આજે નવરાત્રીનું નવમું નોરતુ
  • આજે કન્યાપૂજન કરીને તેમને ભોજન કરાવવામાં આવે
  • આજના દિવસે માતાજીને ભોગ તરીકે શું ધરાવી શકાય?

આજે નવરાત્રીનું નવમું નોરતુ છે, જેને મહાનવમી અથવા નવમી કહેવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવમી પર માતાજીની પૂજાની સાથે સાથે માતાને ધરાવવામાં આવતા ભોગનું પણ મહત્ત્વ છે. ભક્તો માતાજીને તેમનો પ્રિય ભોગે ધરાવે છે, જેથી માતા પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી માતાજીની વિશેષ કૃપા રહે છે. નવમીના દિવસે ભક્તો ઘરમાં કન્યાપૂજન કરે છે અને તેમને ભોજન કરાવવામાં આવે છે. માતાને જે પણ ભોગ ધરાવવામાં આવે તેનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. આજના દિવસે માતાજીને ભોગ તરીકે શું ધરાવી શકાય, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

નવમીના દિવસે માતાજીને શેનો ભોગ ધરાવવો
નવમીના દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે, જેથી માતાજીને તેમની પ્રિય વસ્તુઓ ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે. 

પૂરી- માતાજીને પુરીનો ભોગે ધરાવવામાં આવે છે. આ પૂરી નાની નાની હોય તો સારી લાગે છે. મોટાભાગે પુરીની સાથે સાથએ હલવો અને ચણાનો ભોગ પણ ધરાવવામાં આવે છે અને તે ભોગ કન્યાઓને પીરસવામાં આવે છે. 

ચણા- ભોગેમાં કાળા ચણા અર્પણ કરવા તે શુભ માનવામાં આવે છે. કાળા ચણાથી ભોગ તૈયાર કરવા માટે રાત્રે ચણા પલાળીને રાખો. સવારે આ ચણા બાફીને, તેમાં તેલ, જીરૂ અને મીઠુ નાખીને ફ્રાય કરી લો. આ પ્રકારે કરવાથી ચણા સ્વાદિષ્ટે બને છે અને તેનો પ્રસાદ તરીકે ભોગ પણ ધરાવવામાં આવે છે. 

હલવો- માંગલિક કાર્યોમાં મિઠાઈને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભોગમાં હલવો ચઢાવવા     માટે સૌથી પહેલા કળાઈમાં સોજી નાખીને શેકી લો અને તેનો કલર બદલાય     એટલે તેમાં ઘી, ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને યોગ્ય રીતે મિશ્ર કરી લેવું. હવે આ સોજીનો હલવો ભોગ તરીકે ધરાવવો. 

માલપુવા- પૂજાના ભોગમાં માતાજીને માલપુવા અર્પણ કરવામાં આવે છે. માલપુવા ગળ્યા હોય છે. માલપુવા બનાવવા માટે ખાંડ, એલચી અને પાણી     મિશ્ર કરીને તૈયાર કરવામાં આવે છે. તેલમાં આ મિશ્રણ નાખીને તેનો કલર બદલાય ત્યાં સુધી તેને પકવવું, હવે તે માલપુવા એકલા અથવા ચાસણીમાં બોળીને ખાવા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ