બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Nautam Swamy's support to Nitin Patel's statement

સત્તાને ધર્મનું સમર્થન / નીતિનભાઇનું નિવેદન વાજબી અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવનારુંઃ નૌતમ સ્વામી

Shyam

Last Updated: 09:30 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં હિન્દુઓની બહુમતી છે, ત્યાં સુધી જ બંધારણ છે. હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજાઓની વધશે, નીતિન પટેલના નિવેદનને હવે સંત સમાજનું સમર્થન

  • હિન્દુ જનસંખ્યા ઘટી,તો બંધારણ પર ખતરોઃનીતિન પટેલ
  • સંત સમુદાયના અનેક સંતોનું નીતિન પટેલને સમર્થન
  • હિન્દુ સુરક્ષિત, ત્યાં લઘુમતી સુરક્ષિતઃ નૌતમ સ્વામી     

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પછી રાજનીતિમાં ચર્ચાઓ જાગી ગઈ છે. તો ગુજરાતના સંત સમાજ નાયબ મુખ્યમંત્રીના સમર્થનમાં સામે આવ્યા છે. ગઢડાના જાણીતા નૈતમ સ્વામીએ પણ ખુલીને નીતિન પટેલનું સમર્થન કર્યું છે. 

ગુજરાતની રાજનીતિક અને ધાર્મિક સ્થિતિ પર  તો રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ કઈ બોલતા નથી. પરંતુ ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતિન પટેલે સોય ઝાટકીને કહી દીધું કે, 'દેશમાં હિન્દુઓની બહુમતી છે, ત્યાં સુધી જ બંધારણ છે. હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજાઓની વધશે. તો દેશમાં કોઈ બંધારણ નહીં હોય, હિન્દુ જનસંખ્યા ઘટી તો લોકશાહી પર ખતરો ઊભો થશે. આરબ દેશમાં લોકશાહી નથી અને લોકોનું જિવન દુષ્કર છે. ઉપમુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. તો આમઆદમી પાર્ટીના નેતાઓ પણ નિવેદન આપી રહ્યા છે. સમગ્ર મામલે હિન્દુ-મુસ્લિમની ચર્ચાઓ જગાવવાની કોશિશ છે. પરંતુ સંત સમુદાય નીતિન પટેલના નિવેદનને સમર્થન આપી દીધું છે. 

ગુજરતાના ઉપ-મુખ્યમંત્રીના આ નિવેદનને રાજનીતિક પંડિતો પોત-પોતાના ચશ્માથી જોઈ વિવેચના કરવામાં લાગ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, નીતિનભાઇનું નિવેદન વ્યાજબી અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવનારું છે. આ વિચાર માત્ર નીતિનભાઈના નથી, સમગ્ર ભારતના હિન્દુઓનો વિચાર છે. અને તમામ સંત સમર્થન કરે છે. હિન્દુ સુરક્ષિત, ત્યાં લઘુમતી સુરક્ષિત છે.  

ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે, પોતાના ઉદબોધનમાં લઘુમતી સમુદાયને પોલીસ અને સેનામાં તેઓની સેવાદક્ષતાને પણ બિરદાવ્યા હતા. રાજ્યના ઉપ-મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના આ નિવેદન અંગે કેવા વધુ પ્રત્યાઘાત પડે છે તેના પર નજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ