બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / national parties combined adr report revealed

પૈસાદાર રાજકારણ / ભારતમાં સૌથી ધનવાન પાર્ટી ભાજપ, જોઈ લો કઈ પાર્ટી પાસે છે કેટલા રૂપિયાની સંપત્તિ

Pravin

Last Updated: 11:07 AM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADRના રિપોર્ટમાં તાજેતરમાં મોટો ખુલાસો થયો કે, ભારતમાં સૌથી વધું રૂપિયાવળી પાર્ટી ભાજપ છે, જ્યારે બીજા નંબરે બહુજન સમાજપાર્ટી અને ત્રીજા નંબરે કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.

  • ભારતમાં સૌથી રૂપિયાવાળી પાર્ટી ભાજપ
  • બહુજન સમાજપાર્ટી બીજા નંબરે આવે છે.
  • સ્થાનિક પાર્ટીઓમાં સમાજવાદી પાર્ટી મોખરે 

ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં સુધારની વકીલાત કરતા ગ્રુપ એડીઆર (ADR)ના જણાવ્યા અનુસાર ભાજપે નાણાકીય વર્ષ 2019-20માં 4847.47 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જે તમામ રાજકીય પાર્ટીઓમાં સૌથી વધારે હતી, ત્યાર બાદ બીએસપી (BSP)એ 698.33 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 588.16 કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી.

સાત રાષ્ટ્રીય પાર્ટીઓએ જાહેર કરી આટલી સંપત્તિ

દ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2019-20માં રાષ્ટ્રીય અને ક્ષેત્રિય દળોની સંપત્તિ અને દેવાદારોના પોતાના વિશ્લેષણના આધાર પર આ રિપોર્ટ તૈયાર કર્યો છે. વિશ્લેષણમાં જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ દરમિયાન સાત રાષ્ટ્રીય પાર્ટી દ્વારા જાહેર સંપત્તિ 6988.57 કરોડ રૂપિયા અને 44 ક્ષેત્રિય પાર્ટી દ્વારા જાહેર કરવામા આવેલી સંપત્તિ 2129.38 કરોડ રૂપિયા હતી.

એકલા ભાજપ પાસે છે 69 ટકાથી વધારે સંપત્તિ

એડીઆરના રિપોર્ટમાં કહેવાયું છે કે સાત રાષ્ટ્રીય પાર્ટીઓમાં સૌથી વધારે સંપત્તિ ભાજપ પાસે 4847.78 કરોડ રૂપિયા એટલે કે, 69.37 ટકા, બીએસપી પાસે 698.33 કરોડ રૂપિયા એટલે 9.99 ટકા અને કોંગ્રેસ પાસે 588.16 કરોડ એટલે કે, 8.42 ટકા છે.

એડીઆરના રિપોર્ટમાં થયો આ ખુલાસો

એડીઆરના જણાવ્યા અનુસાર 44 સ્થાનિક પાર્ટીઓમાં ટોપ 10 પાર્ટીઓમાં સંપત્તિ 2028.715 કરોડ રૂપિયા અથવા આ તમામ દ્વારા જાહેર કરવામાં આવેલી કુલ 95.27 ટકા હતી. નાણાકીય વર્ષ 2019-20માં સ્થાનિક પાર્ટીઓમાં સમાજવાદી પાર્ટી સૌથી વધારે 563.47 કરોડ રૂપિયા એટલે કે, 26.46 ટકા સંપત્તિ જાહેર કરી હતી. ત્યાર બાદ ટીઆરએસે 301.47 કરોડ રૂપિયા અને એઆઈએડીએમકેએ 267.61 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી.

નાણાકીય વર્ષ 2019-20માં સ્થાનિક પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલી સંપત્તિ જમા/એફડીનો હિસ્સો સૌથી વધારે 1639.51 કરોડ રૂપિયા એટલે કે, 76.99 ટકા હતી. નાણાકીય વર્ષ માટે એફડીઆર/ જમા સિરીઝ અંતર્ગગત ભાજપે 3253 કરોડ રૂપિયા અને બીએસપીએ 618.86 કરોડ રૂપિયાની જાહેરાત કરી જે, રાષ્ટ્રીય પાર્ટીમાં પ્રથમ અને બીજા સ્થાને રહી છે. જ્યારે કોંગ્રેસે 240.90 કરોડ રૂપિયા આ અંતર્ગત જાહેર કર્યા છે. 

સ્થાનિક પાર્ટીઓમાં સપા 434.219 કરોડ રૂપિયા, ટીઆરએસ 256.01 કરોડ રૂપિયા, એઆઈએડીએમકેએ 246.90 કરોડ રૂપિયા, ડીએમકે 162.425 કરોડ રૂપિયા, શિવસેના 148.46 કરોડ રૂપિયા, બીજેડી 118.425 કરોડ રૂપિયા જેવી રાજકીય પાર્ટીઓ એફડીઆર/ જમા અંતર્ગત સૌથી વધારે સંપત્તિ જાહેર કરનારી પાર્ટીઓમાં શામેલ છે. નાણાકીય વર્ષ 2019-20 માટે સાત રાષ્ટ્રીય અને 44 ક્ષેત્રિય પાર્ટીઓ તરફથી જાહેર દેવદારી 134.93 કરોડ રૂપિયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ