Naresh Patel's statement on VTV on the issue of entering politics
નિવેદન /
રાજકારણમાં પ્રવેશ મુદ્દે VTV પર નરેશ પટેલનું નિવેદન, કહ્યું સર્વે બાદ નિર્ણય લઇશ
Team VTV02:33 PM, 31 Mar 22
| Updated: 02:41 PM, 31 Mar 22
પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે VTV સાથે ટેલિફોનિક વાતચીત કરીને મોટું નિવેદન આપ્યું હતું.
નરેશ પટેલ સાથે VTVની ટેલિફોનિક વાત
સર્વે બાદ રાજકારણ અંગે લેશે નિર્ણય
હજુ સુધી કોઈને મળવા ગયો નથી-પટેલ
નરેશ પટેલે VTV સાથે કરી ટેલિફોનિક વાતચીત
2022નું વર્ષ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના ? અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે રાજકારણમાં પ્રવેશવા મુદ્દે નરેશ પટેલે vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં મોટું નિવેદન આપ્યું હતું અને જાણકારી આપી હતી કે, તેઓ હજી સુધી કોઈને મળવા ગયો નથી.
હજુ સુધી કોઈને મળવા ગયો નથી હવે નિર્ણય લઈશ-નરેશ પટેલ
છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલ લઈને અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે VTV સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં નરેશ પટેલ હાલ રાજકોટમાં જ છે. નરેશ પટેલે જણાવ્યું કે સર્વે બાદ રાજકારણ અંગે નિર્ણય કરીશ. હજુ સુધી કોઈને મળવા ગયો નથી પણ હવે નિર્ણય લઈશ..
રાજકીય આગેવાનો પોત પોતાની રીતે સ્ટેટમેન્ટ આપતા હોય છે-હસમુખ લુણાગરિયા
આ પહેલા ખોડલધામના આગેવાન હસમુખ લુણાગરિયાએ મોટું નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલ હાલ કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. તેમજ હાલ તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાત પણ ખોટી છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થશે તે પહેલા કેટલાક રાજકીય આગેવાનો પોત પોતાની રીતે પોતાનું નિવેદન આપતાં હોય છે.