હાર્દિક પટેલ અને નરેશ પટેલના મુદ્દે કોંગ્રેસના નેતા રઘુ શર્માએ આપેલા નિવેદનબાદ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે
હાર્દિક અને નરેશ પટેલ પર રઘુ શર્માનુ નિવેદન
હાર્દિકનો મામલો અમારી પાર્ટીનો મામલો છે
નરેશ પટેલનુ કોંગ્રેસમાં સ્વાગત છે
નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાબતે રઘુ શર્માનુ નિવેદન
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુશર્માએ નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાબતે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ સમાજિક અને સન્માનિત નેતા છે. તેઓ કોંગ્રેસ હાઈ કમાન્ડને મળે છે તે ખુશીની વાત છે. નરેશ પટેલના જેવા નેતાનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમના આવવાથી પાર્ટી વધુ મજબૂત બનશે..
નરેશ પટેલે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કરી
ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજકારણમાં જોડાઈ તેવી પૂર્ણ શક્યતાઓની વચ્ચે તેઓએ આજે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક કર્યા બાદ દિલ્લીથી આજે રાજકોટ પરત આવવા રવાના થયા હતાં. આ સાથે મે મહિનાના પ્રથમ સપ્તાહની આસ-પાસ નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ શકે છે.મહત્વનું છે કે, નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરેલી બેઠકમાં પ્રશાંત કિશોર સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.
હાર્દિક પટેલ દ્વારા BJPના વખાણ બાબતે રઘુ શર્માનુ નિવેદન
બીજી તરફ હાર્દિક પટેલ દ્વારા BJPના વખાણ બાબતે પોતાની પ્રતિક્રયા આપતાં જણાવ્યું હતું કે, હાર્દિકનો મામલો કોંગ્રેસ પક્ષ અંદરનો મામલો છે.તેમણે ક્યા સંદર્ભે વખાણ કર્યા તે હાર્દિક જ જણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષની નેતાગીરીથી નારાજગી વચ્ચે હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. હાર્દિકના નિવેદનથી સ્પષ્ટ પણે એવું જણાઈ આવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.