બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / narendra modi jp nadda to meet all bjp chief ministers today in delhi

BIG NEWS / ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આજે દિલ્હીમાં બેઠક, PM મોદી પણ ભાગ લેશે, જોઈ લો શું છે એજન્ડા

Pravin

Last Updated: 09:19 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની મહત્વની બેઠક થશે.

  • દિલ્હીમાં આજે ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક
  • કેટલાય મહત્વના મુદ્દા પર થશે ચર્ચા
  • પીએમ મોદી અને જેપી નડ્ડા રહેશે હાજર

રાજધાની દિલ્હીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની મહત્વની બેઠક થશે. દિલ્હીમાં આવેલ પાર્ટી હેડક્વાર્ટરમાં થનારી આ બેઠકનું નેતૃત્વ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને બીએસ સંતોષ કરશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી પણ ભાગ લેશે. કહેવાય છે કે, ભાજપ તરફથી આ બેઠકમાં કેટલાય મહત્વના મુદ્દા પર ચર્ચા થશે. સાથે જ રાજ્યોમાં સરકાર તરફથી રણનીતિ પર પણ ચર્ચા થશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ બેઠકમાં રાજ્યોના કામકાજ પર વાતચીત થવાની છે. 

કહેવાય છે કે, રવિવારે દિલ્હીમાં થનારી મુખ્યમંત્રીઓની બેઠકમાં મોદી સરકારના છેલ્લા 8 વર્ષ દરમિયાન કરવામા આવેલા કામોને જનતા સામે રજૂ કરવાની રણનીતિ તૈયાર કરવા પર ચર્ચા થઈ શકે છે. તેની સાથે જ આગામી અમુક વર્ષમાં રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવા પર વાતચીત થઈ શકે છે. એવું પણ જાણકારી સામે આવી છે કે, પાર્ટીને મજબૂત કરવા અને મોર્ચા સ્તર પર કમિટિ બનાવવા માટેની પણ મંજૂરી આ બેઠકમાં મળી શકે છે. 

નડ્ડાએ કરી મહત્વની નિમણૂંક

તો વળી ભાજપ અઘ્યક્ષ જેપી નડ્ડાએ ગુરૂવારે જ પાર્ટીની રાજ્ય કમિટિમાં અમુક મહત્વના સંગઠનાત્મક નિમણૂંકને મંજૂરી આપી છે. જે અંતર્ગત આરએસએસના રાજેશ જીવીને કર્ણાટકના સંગઠન મહાસચિવ બનાવ્યા છે. રાજેશ જીવીએ અરુણ કુમારનું સ્થાન લીધું છે. કુમાર આરએસએસમાં પાછા ફર્યા છે. ભાજપની તરફથી એક સત્તાવાર નિવેદનમાં પૂર્વોત્તર રાજ્યમાં ક્ષેત્રિય સંગઠન મહામંત્રીની જવાબદારી સંભાળી રહેલા અજય જામવાલને મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ક્ષેત્રિય સંગઠન મહામંત્રી બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ