બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / narara island at jamnagar know more

મજાની વાત / ઓછા ખર્ચમાં ડબલ મજા, જામનગરમાં આવેલા આ ટાપુ પર જઈને ફોરેન જેવી ફિલિંગ આવશે

Arohi

Last Updated: 07:31 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમિલી સાથે ફરવા જવા માટે આ જગ્યા છે બેસ્ટ

  • આ ટાપુ પર ફરવા જરૂરથ જાઓ
  • જામનગરમાં છે અદભૂત ટાપુ 
  • જાણો તેના વિશે બધુ જ 

દરિયાની અંદર એક આખી દુનિયા વસે છે અને આ દરિયાઈ જીવ શ્રુષ્ટિ કે જેને જાણવું અને માણવું એ એક રોમાંચક લ્હાવો છે. પરંતુ તેને જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી પડે અને જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો બહુ શોખ છે એના માટે આ ખુબ જ જોરદાર જગ્યા છે તેમણે તો નરારા ટાપુની ખાસ વિઝિટ કરવી જ જોઈએ 

નરારા ટાપુ  
જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું  નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે ચાલીને જોઈ શકીએ.
દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખુલ જા સિમ-સિમ કેહતા હોઈ એમ જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે. કારણ કે ઓટના સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીંના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જેવા કે સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ એટલે કે લીલો કરચલા સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં , આઠ પગધારી ઓક્ટોપસ, 200 જાતની માછલી, 3 જાતના કાચબા, 20થી વધુ જાતના જીંગા, 94 જાતના દરિયાઈ પક્ષીઓ, 37 જાતના પરવાળા, 108 જાતની લીલ અને દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.

તમને એક ખાસ વાત જણાવી દઈએ કે, અહીંયાની દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે તમારે ફોરેસ્ટના મરિન ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે અને દરિયામાં આવતા ભરતી અને ઓટના સમયને અનુસરવું પડશે. અને  સાથે જ જામનગરની બાંધણી બોવ ફેમસ છે સાથે જ ત્યાંની ડ્રાય કચોરીનો ટેસ્ટ લોકોને એટલો પસંદ આવે છે કે વિદેશ સુધી તેના પાર્સલ મોકલાય છે.

કેટલો થશે ખર્ચ
ખર્ચની વાત કરવામાં આવે તો અમદાવાદથી તે 800 કિમી દૂર આવેલું છે માટે 4 લોકોને જવા માટે કારના 7થી 11 હજાર રૂપિયા થશે. જામનગર અથવા જામખંભાળિયામાં તમને સારી હોટેલ મળી જશે જ્યાં તમે રોકાઈ શકો તો રોકવાના 1 ડે સ્ટેયના 2,500 થી 5,000 થશે સાથે 1 દિવસના જમવાનો ખર્ચ 2000 થી 3000 થશે.  સામાન્ય શોપિંગ તો આપણે કરવાના જ તો એનો ખર્ચો 1,500 થી 2,000 જેવું ગણી લો એટલે નરારા ટાપુ પાર ફેમિલી સાથે જાવ અને રોકાવાનું થાય તો તમને ટોટલ ટ્રીપ 13,000 થી 18,000 રૂપિયામાં પડશે અને થોડું સરખું પ્લાન કરો અને ખિસ્સા પર કંટ્રોલ રાખો તો સસ્તામાં પણ પતી જાય.

નરારા ટાપુ (જામનગર) - આશરે ખર્ચ
કારનું ભાડું - આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) - Rs.7000 - 11,000 
એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) - Rs. 2500 - 5000
જમવાનો ખર્ચ - Rs.2000 - 3000
સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ - Rs. 1500-2000
કુલ - 13000 થી 18000/---


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ