ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mumbai Maharashtra Rains And Weather Imd Forecast And Updates

મેધમહેર / મુંબઇમાં આજે પણ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ જારી

Published By: vtvAdmin

Last Updated: 11:26 AM, 28 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદ પછી બદલાપુર પાસે રેલ્વે ટ્રેક પર પાણીમાં ફસાયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનને રેસ્ક્યૂ કરી લેવામાં આવી છે પરંતુ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ADVERTISEMENT

ગત 24 કલાકમાં મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગ અનુસાર, રવિવારના પણ મુંબઇ અને આસપસના વિસ્તારમાં લગભગ 200mm વરસાદ પડવાની શક્યતા છે. ચેતવણી લાલ રંગમાં જારી કરવામાં આવી છે, જેનો મતલબ સ્પષ્ટ છે કે, સંબંધિત વિભાગ એલર્ટ રહે. જે વિસ્તારમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યુ છે, તેમાં ઠાણે, પાલઘર જેવા વિસ્તાર શામેલ છે. 

 

ગુરુવારથી શરૂ થયેલા વરસાદ શુક્રવારે રાતે વધ્યો, જેના કારણે શુક્રવાર અને શનિવારના જ્યારે લોકલ અને હવાઇ સેવાઓ પ્રભાવિત થઇ, તો રસ્તા પર પાણી ભરાઇ જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ. શુક્રવારે સવારે 8 વાગ્ચાથી શનિવારે સવારે 8 સુધીમાં મુંબઈમાં 219mm, જ્યારે કોલાબામાં 90mm વરસાદ થયો. જ્યારે પરા વિસ્તારમા 1,800mmથી વધારે વરસાદ થયો જ્યારે શહેરમાં 1,400mmથી વધારે વરસાદ થયો. 

ભારે વરસાદની આગાહી:

સ્થાનિક હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં તથા ઉત્તરમાં બનેલા એક દબાણને કારણે ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદ આગળ પણ વરસશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, હવે બંગાળ ખાડીમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર બન્યુ છે, તો પ્રશ્ચિમ દરિયા કિનારાની પટ્ટી અને મધ્ય વિસ્તારમાં  સારો વરસાદ થાય છે. હાલમાં બનેલી સિસ્ટમના કારણે મુંબઇ સહિત રાજ્યમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. સિઝનનો 70% વરસાદ મુંબઇમાં નોંધાયો છે, જ્યારે ચોમાસાને 1 મહિનો થયો છે. જો આવો વરસાદ ચાલુ રહ્યો તો સામાન્ય કરતા વધારે વરસાદ થઇ શકે છે. 

એરફોર્સે 9ને એરલિફ્ટ કર્યા:

કલ્યાણ પાસે પાણી ભરાઇ જવાથી બિલ્ડિંગની છત પરથી 9 લોકોને વાયુસેના દ્વારા એરલિફ્ટ કરવામા આવ્યા. સેનાના જણાવ્યા અનુસાર, ઉલહાસ નદી પાસે આવેલી બિલ્ડિંગની છત પર કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળી હતી. સેનાએ જણાવ્યુ કે, સમાચાર મળ્યા પછી 9 લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આ્યા અને તેમને મુંબઈ એરપોર્ટ લઈ આવયા. 

મહાલક્ષ્મી એક્સપ્રેસનું રેસ્ક્યૂ:

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મુંબઈથી 100 કિ.મી દૂર બદલાપુર પાસે મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ફસાઇ હતી. આ ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બચાવ કાર્યની ટીમે ભારે જહેમત ઉઠાવીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. 

બચાવ કાર્યમાં NDRF ઉપરાંત ભારતીય નેવી પણ સામેલ હતી. અંદાજીત 11 કલાકની મહેનત બાદ તમામ 700 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતુ અને ત્યાંથી બદલાપુર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Mumbai Rains national મુંબઇ વરસાદ હવામાન વિભાગ rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ