ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નામે એક નવી સિદ્ઘિ દાખલ કરી છે, ધોનીએ ટીમ ઇન્ડિયા માટે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ધોનીએ શનિવારના ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ હૈદરાબાદના રાજીવ ગાંધી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ડેયિયમમાં રમાઇ રહેલી સીરિઝની પહેલી ODIના મેચમાં 38મી ઑવરમાં નાથન કૂલ્ટર નાઇલના બૉલ પર સિક્સર ફટકારીને આ સિદ્ઘિ મેળવી છે.
37 વર્ષના વિકેટકિપર બેટ્સમેન ધોનીએ ટીમ ઇન્ડિયા માટે રમાયેલી 336માં મેચમાં 216ની સિક્સર ફટકારી. આ મેચ પહેલા તેઓ રોહિત શર્માની સાથે 215 સિક્સર્સની સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર હતો. રોહિતે ટીમ ઇન્ડિયા માટે 202 મેચમાં 215 સિક્સર્સ ફટકારી.
એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરવામાં આવે તો ધોનીએ 39મી મેચમાં 223 સિક્સર્સ ફટકારી, જેમાં 3 મેચ એશિયા XI સામે રમતા લગાવી હતી. ટીમ ઇન્ડિયાની તરફથી સતિન તેંડુલકરે 463 મેચમાં 195 સિક્સર્સ ફટકારી. સૌરભ ગાંગુલીએ 311 મેચમાં 190 સિક્સર્સ ફટકારી, જેમાં ટીણ ઇન્ડિયા માટે 189 અને એશિયા XI માટે 3 મેચમાં 1 સિક્સર્સ ફટકારી. યુવરાજ સિંહે 304 આંતરરાષ્ટ્રીય મેચમાં 155 સિક્સર્સ ફટાકરી જેમાં ટીમ ઇન્ડિયા માટે 153 સિક્સર્સ હતી.
ODIમાં સૌથી વધારે સિક્સર્સ ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ઑલરાઉન્ડર શાહિદ અફરીદીના નામે છે તેણે 398 મેચમાં 351 સિક્સર્સ ફટકારી છે, જ્યારે ક્રિસ ગેલે વેસ્ટ ઇન્ડિયઝ અને ICC માટે 305 સિક્સર્સ ફટકારી છે.