બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mp husband divided in his two wife by gwalior family court

બે પાળીનું જીવન / કળિયુગ છે ને ભાઈ બધું બને ! બે પત્નીઓએ પતિને અડધોઅડધ વહેંચી લીધો, કેવા કર્યાં કરાર ખબર છે?

Hiralal

Last Updated: 08:24 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે પત્નીઓ વચ્ચે પતિના ભાગલાના એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે.

  • મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શખ્સે કર્યાં બે લગ્ન
  • પહેલી પત્નીએ ફેમિલી કોર્ટમાં કર્યો કેસ
  • કોર્ટે પતિના ભાગલા પાડ્યાં 
  • 3 દિવસ પહેલી સાથે, 3 દિવસ બીજી સાથે રહેવાનો આદેશ 
  • રવિવારે પતિ ઈચ્છે તેની સાથે રહી શકે 

અત્યાર સુધીમાં તમે પરિવારોમાં જમીન અને પૈસા અને દાગીના ભાગલા પડતાં જોયા હશે પરંતુ ક્યારેક પતિના ભાગલાનું સાંભળ્યું છે. ગ્વાલિયરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. ફેમિલી કોર્ટમાં એક પતિ તેની બે પત્નીઓ વચ્ચે વહેંચાઈ ગયો છે. કરાર છે કે પતિ પહેલી પત્ની સાથે અઠવાડિયામાં 3 દિવસ અને બીજી પત્ની સાથે 3 દિવસ રહેશે. જોકે રવિવારે પતિ નક્કી કરશે કે તે બે પત્નીઓમાંથી કઈ પત્ની સાથે રહેવા માંગે છે.

ગ્વાલિયરના એન્જિનિયરની ચર્ચાસ્પદ કહાની 
વાસ્તવમાં પતિ હરિયાણાની એક મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર છે અને તેના પહેલા લગ્ન 2018માં થયા હતા. 2020 માં, જ્યારે કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે પતિ તેની પત્નીને તેના માતાના ઘરે ગ્વાલિયરમાં છોડીને ફરીથી હરિયાણા પાછો ફર્યો હતો. લોકડાઉન હટ્યા બાદ પણ તે પત્નીને લેવા આવ્યો ન હતો. આ દરમિયાન પતિની આંખ તેની કંપનીમાં કામ કરતી મહિલા સાથે મળી ગઈ અને બન્નેએ પ્રેમમાં પડીને લગ્ન કરી લીધા. 

કંપનીમાં જઈને તપાસ કરતાં પહેલી પત્નીને ખબર પડી 
 ગ્વાલિયરમાં પોતાના મામાના ઘરે પતિની રાહ જોઈ રહેલી પહેલી પત્નીની ધીરજ તૂટી તો તે પોતે જ પતિની ઓફિસમાં પહોંચી ગઈ જ્યાં તેને ખબર પડી કે તેના પતિએ તો કંપનીમાં કામ કરતી બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં છે ત્યાર બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને વિવાદ બાદ પત્નીએ ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં આ અંગે ફરિયાદ કરી હતી. પત્નીનો આરોપ છે કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે, તેથી તેને ભરણપોષણ માટે ન્યાયની જરૂર છે. ત્યાર બાદ આ મામલો ફેમિલી કોર્ટમાં કાઉન્સેલર હરીશ દિવાન સુધી પહોંચ્યો હતો, ત્યારબાદ કેસનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

ફેમિલી કોર્ટમાં સમાધાન- 3 દિવસ પહેલી સાથે, 3 દિવસ બીજી સાથે 
કાઉન્સેલર હરીશ દિવાને જણાવ્યું કે તેણે મહિલાના પતિ સાથે વાત કરી અને તે પછી લગભગ 6 મહિના સુધી મામલો ચાલ્યો. ત્યાર બાદ બંને પત્નીઓ અને તેમના પતિઓને કાઉન્સેલિંગ માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્રણેયને બેસાડીને વાત કરવામાં આવી હતી, ત્યારબાદ સમાધાન મળી ગયું હતું. કાઉન્સેલિંગ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, પતિ પહેલી પત્ની સાથે અઠવાડિયામાં 3 દિવસ અને બીજી પત્ની સાથે 3 દિવસ રહેશે, પરંતુ રવિવારે પતિ સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તે દિવસે તે પોતાની ઈચ્છા મુજબ કોઈપણ પત્ની સાથે રહી શકે છે. કાઉન્સેલર હરીશ દિવાને કહ્યું છે કે, આ નિર્ણય બાદ પત્ની અને પતિ બંને સંતુષ્ટ છે. વળી, આ કરારથી પતિએ બંને પત્નીઓને ફ્લેટ પણ આપ્યો છે અને તે પોતે જ બંનેનું ભરણપોષણ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS gwalior family court mp husband divided OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ