અલર્ટ / આવતીકાલથી ગુજરાતમાં ચોમાસુ બેસશે, હવામાન વિભાગની આગાહી

વરસાદને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં ચોમાસુ બેસશે. આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અને આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. અને ભાવનગર, અમરેલી, અમદાવાદ, વડોદરામાં પણ વરસાદની શક્યતા છે. ગાંધીનગર, નર્મદા, ભરૂચ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. અને આજે અને કાલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ