બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / monkeypox virus found in two people in wales

નવો વાયરસ / કોરોના કહેર વચ્ચે નવી આફતની દસ્તક, 2 લોકો ભરડામાં આવતા ચિંતા વધી

Dharmishtha

Last Updated: 08:19 AM, 12 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની સાથે હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. આનુ નામ મંકીપોક્સ છે.

  • હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ,  આનુ નામ મંકીપોક્સ
  • 2 મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા
  • આ વાયરસ વધારે આફ્રિકામાં જોવા મળે છે

2 મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા

દુનિયાભરમાં કોરોનાનો કહેર જારી છે. પરંતુ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો સહિત નાગરિકોની સમયસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોરોનાની સાથે હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. આનુ નામ મંકીપોક્સ છે. આ બાદ 2 મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વાયરસ વધારે આફ્રિકામાં જોવા મળે છે.

આ કારણે લોકોમાં ડર ફેલાયેલો છે

ખાસ વાત એ છે કે જે લોકોમાં આ નવા વાયરસની ઓળખ થઈ છે તે બન્ને ઘર પર જ રહેતા હતા. આ કારણે લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વિશેષજ્ઞોના જણાવ્યાનુંસાર આ ઘણો જૂનો વાયરસ છે. મનાઈ રહ્યું છે કે બન્ને સંક્રમિત લોકોને ઈંગ્લેન્ડની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી એકને રજા અપાઈ છે અને એક હજું પણ હોસ્પિટલમાં દાખલ છે.

બ્રિટનમાં મંકીપોક્સના પુષ્ટ મામલાની એક દુર્લભ  ઘટના

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સ્વાસ્થ્ય સુરક્ષામાં પબ્લિક વેલ્સના સલાહકાર રિચર્ડ ફર્થે કહ્યુ કે બ્રિટનમાં મંકીપોક્સના પુષ્ટ મામલાની એક દુર્લભ  ઘટના છે અને આ વાયરસથી સામાન્ય જનતા માટે જોખમો બહું ઓછા છે. સંક્રમણની શું સંભાવના રહેશે તેના પર હાલ નજર રહેશે.

બે પ્રકારના હોય છે મંકીપોક્સ

આ વાયરસની 2 પ્રજાતિઓ હોય છે. પશ્ચિમ આફ્રીકન અને મઘ્ય આફ્રીકન. આ વાયરસ મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની પાસે મધ્ય અને પશ્ચિમ આફ્રીકી દેશોમાં દૂરના વિસ્તારોમાં જ ફેલાય છે. મંકીપોક્સ વાયરસ ઘણી હદ સુધી સ્મોલપોક્સ વાયરસની જેમ જ હોય છે. આ બિમારી ઘાતક નથી હોતી અને વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણની શક્યતા ઓછી છે.

મંકીપોક્સ વાયરસ 14થી 21 દિવસ સુધી રહે છે

આના લક્ષણોની વાત કરવામાં આવે તો મંકીપોક્સ વાયરસના મામલની શરુઆત તાવ, માથાનો દુકાવો, કમરનો દુખાવો અને માસપેશીઓમાં ઝકડન અને દુખાવો હોય છે. આમાં ચિકનપોક્સની જેમ દાણા હોય છે. તાવની સાથે આખા શરીરની સાથે ચહેરા પર વિકસિત થતા રહેતા હોય છે. મંકીપોક્સ વાયરસ 14થી 21 દિવસ સુધી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Virus monkeypox wales બ્રિટન મંકીપોક્સ વેલ્સ monkeypox
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ