સંઘપ્રદેશ /
દાદરા નગર હવેલીના રાજકારણમાં મોટા સમાચાર: દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની આ પક્ષમાં જોડાયા
Team VTV07:07 PM, 07 Oct 21
| Updated: 07:15 PM, 07 Oct 21
દાદરા નગર હવેલીના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. દિવંગત સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર મુંબઈ ખાતે શિવસેનામાં જોડાયા છે.
કલાબેન ડેલકર મુંબઈ ખાતે શિવસેનામાં જોડાયા
દાદરા નગર હવેલીના સાંસદ પદની ચૂંટણીમાં કલાબેન લડશે
મોહન ડેલકરના અપમૃત્યુ બાદ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
દાદરા અને નગર હવેલીના દિવંગત સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાં મળ્યો હતો. મોહન ડેલકરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ત્યારે હવે મોહન ડેલકરના અપમૃત્યુ બાદ દાદરા નગર હવેલીમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તેવામાં હવે દિવંગત સાંસદના પત્ની કલાબેન ડેલકર મુંબઈ ખાતે શિવસેનામાં જોડાયા છે. દાદરા નગર હવેલીના સાંસદ પદની ચૂંટણીમાં કલાબેન લડશે.
સંજય રાઉતે ટ્વિટ કરીને આપી માહિતી
શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, આજે સ્વ.મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર પુત્ર અભિનવ ડેલકર અને હજારો કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. આગામી દાદરા નગર હવેલી પેટા ચૂંટણી માટે કલાબેન ડેલકર શિવસેનાના ઉમેદવાર હશે.
Kalaben Delkar, wife of Late Mohan delkar Joined Shivsena today along with son Abhinav Delkar and thousands of followers in presence of CM Uddhav Ji Thackeray and Aditya Thackeray.
Kalaben Delkar will be Shivsena candidate for the forthcoming Dadra Nagar Haveli by-election. pic.twitter.com/YEiwvhOuQn