મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા મામલે રાજ ઠાકરેએ ત્રીજી મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.
રાજ ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે આપ્યું અલ્ટિમેટમ
સરકારથી થાય એ કરી લે: રાજ ઠાકરે
દેશભરમાં છેલ્લા એક મહિનાથી સતત સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે, પહેલા હિજાબ વિવાદ અને પછી લાઉડસ્પીકર વિવાદ થયો. તે બાદ રામનવમીના દિવસે થયેલ હિંસાએ દેશભરમાં અત્યારે તણાવ વધારી દીધો છે ત્યારે લાઉડસ્પીકર વિવાદમાં રાજ ઠાકરેએ ફરીથી મોટું નિવેદન આપ્યું છે.
રાજ ઠાકરેનું તેજાબી ભાષણ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે રાતે ફરીથી મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદોને લાઉડસ્પીકરને લઈને અલ્ટિમેટમ જાહેર કર્યું છે. થાણેમાં ઠાકરે બોલ્યા કે હું સરકારને કહી દેવા માંગુ છું કે આ મુદ્દે હું પાછળ હટવાનો નથી, તમારાથી થાય એ કરી લો. કયો ધર્મ એવું કહે છે કે બીજા ધર્મને તકલીફ આપો. કોર્ટે કહ્યું છે કે લાઉડસ્પીકર હટી જવા જોઈએ, સરકારને કેમ નથી દેખાતું? વોટ માટે?
3 मई तक मस्जिदों में लाउडस्पीकर बंद होने चाहिए वरना हम स्पीकर पर हनुमान चालीसा बजाएंगे। यह एक सामाजिक मुद्दा है, धार्मिक नहीं। मैं राज्य सरकार से कहना चाहता हूं, हम इस विषय पर पीछे नहीं हटेंगे, आप जो करना चाहते हैं वह करें: MNS प्रमुख राज ठाकरे pic.twitter.com/TBz3hXbSJF
મસ્જિદોને આપ્યું અલ્ટિમેટમ
રાજ ઠાકરેએ કહ્યું કે ત્રીજી મેના રોજ ઈદ છે અને ત્યાં સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવે છે. જો લાઉડસ્પીકર નહીં હટે તો પછી અમે હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી દઇશું. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય કહે છે કે અમને રમખાણો નથી જોઈતા. ત્રીજી મે સુધી તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દો, અમારા તરફથી કોઈ જ તકલીફ નહીં પડે.
શરદ પવાર પર આકરા પ્રહાર
આ સિવાય રાજ ઠાકરેએ PM મોદીને પણ અપીલ કરી કે દેશભરમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની જરૂર છે અને વસ્તી નિયંત્રણ પર પણ કાયદાની જરૂર છે. થાણેની સભામાં રાજ ઠાકરેએ શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પવાર પોતાની સભામાં ક્યારે શિવાજી મહારાજનું નામ લેતા નથી. તેમને ડર લાગે છે કે શિવાજી મહારાજનું નામ લઇશ તો મુસલમાનોના વોટ નહીં મળે.