બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / MLA Shankar Chaudhary resigned from the post of primary member of BJP

મોટા સમાચાર / MLA શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી આપ્યુ રાજીનામું, જયેશ રાદડીયા સિવાય 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ

Dinesh

Last Updated: 04:36 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ચૂંટાયેલા 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ તેમજ શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદ પરથી આપ્યુ રાજીનામું

 

  • ગાંધીનગરમાં ચૂંટાયેલા 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ
  • શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી આપ્યુ રાજીનામું  
  • વ્યવસ્થાના ભાગ રૂપે પ્રાથમિક સદસ્ય પદ પરથી આપ્યું રાજીનામું 


ગાંધીનગરમાં ચૂંટાયેલા 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ થઈ છે. એક ધારાસભ્ય શપથવિધિમાં ગેરહાજર રહ્યાં હતાં. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા ગેરહાજર રહ્યા હતાં. જયેશ રાદડીયા વિદેશ હોવાથી શપથવિધિમાં હાજર રહી શક્યા નહી. આગામી દિવસોમાં ધારાસભ્ય તરીકે જયેશ રાદડીયા શપથ લેશે. ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા છે. તમામ ધારાસભ્યોની શપથવિધિ 2.30 કલાક કરતા વધુ સમય ચાલી હતી. કેટલાક ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતાં.

શંકર ચૌધરીએ પ્રાથમીક સભ્યે પદથી રાજીનામુ આપ્યું
થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યુ છે. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. સી આર પાટીલ, ભારતીબેન શિયાળ, રત્નાકરજીની હાજરીમાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રદેશના મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતાં. તમને જણાવી દઈએ કે, શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે બંધારણીય વ્યવસ્થાવા ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.

આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર 
આ તરફ આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ બાદ હવે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ