ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / miner in tanzania finds two large rare gemstone and become crorepati

નસીબ / ખોદકામ કરતી વખતે મળી એવી વસ્તુ કે રાતોરાત ઊપજ્યાં 25 કરોડ રૂપિયા, રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન

Published By: Divyesh

Last Updated: 12:43 PM, 26 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસ્મતને માનો છો? નથી માનતા તો તાન્ઝાનિયાના આ ખનિક (ખાણોમાં કામ કરતા શ્રમિકો)ની કહાની જાણીને સો ટકા માની જશો. મીડિયામાં આવતી ખબરો અનુસાર તાન્ઝાનિયામાં એક માઈનરને ખાણમાં કામ કરતી વખતે 2 સૌથી મોટા અને દુર્લભ રત્નો મળ્યાં હતાં. બુધવારે સરકારે આ શખ્સને તાન્ઝાનાઈટ રત્નોની બદલામાં 7.74 અબજ તાન્ઝાનિયા શિલિંગ (લગભગ 25 કરોડ 36 લાખ રૂપિયા)નો ચેક આપ્યો.

ADVERTISEMENT

બંને રત્નો ઘાટ્ટા વાદળી રંગના છે. આ દુર્લભ રત્ન Saniniu Laizer નામના શક્સને દેશના ઉત્તરમાં સ્થિત એક ખાણમાં મળ્યાં હતાં. તાન્ઝાનિયા માઈન મિનિસ્ટ્રીના પ્રવક્તાએ જણાવ્યું કે એક રત્નનું વજન 9.27 કિલો અને બીજાનું 5.103 કિલો છે. હવે અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ રત્નોની અસલ કિંમત કેટલી હોઈ શકે છે. 

જાણકારી મુજબ તાન્ઝાનાઈટ રત્ન માત્ર પૂર્વીય આફ્રિકી રાષ્ટ્રના ઉત્તરી ક્ષેત્રમાં નાના વિસ્તારોમાં મળે છે. આ વિશે મિનિસ્ટ્રીના સેક્રેટરી Simon Msanjilaએ કહ્યું કે આજની ઘટના મીરાનીમાં ખનન ગતિવિધિઓની શરૂઆત બાદના ઈતિહાસમાં બે સૌથી મોટા તાન્ઝાનાઈટ રત્ન મળી આવ્યાં છે. 

રાષ્ટ્રપતિએ ફોન કરીને આપ્યા અભિનંદન

Saniniu ને ચૅક આપવાનો પૂરો કાર્યક્રમ ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ John Magufuli એ આ નસીબદાર વ્યક્તિને ફોન પર અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ બે રત્નોને તાન્ઝાનિયાની બેંકે ખરીદ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gemstone Luck tanzania કિસ્મત ખાણ તાન્ઝાનિયા નસીબ Luck

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ