દેશભરમાં ચાલી રહેલા મીટૂ કેમ્પેઈન વચ્ચે કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રાલયે આવા મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરવાનું એલાન કર્યુ હતુ. ત્યારે હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે. મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આ મામલે તપાસ માટે હવે મંત્રીઓનો સમૂહ એટલે કે GoM બનાવવા વિચારણા કરી રહી છે.
દેશભરામાં મી ટૂ કેમ્પેઈન હેઠળ યૌન શોષણના આરોપમાં અનેક નેતા અભિનેતા ડિરેક્ટર વગેરે ફસાયા છે. ત્યારે મેનકા ગાંધીએ એક અઠવાડિયા પહેલા તપાસ માટે કમિટીની રચનાનું એલાન કર્યુ હતુ. જેમાં રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના બન્યા બાદ તપાસ કરશે.
પરંતુ હવે આ પ્રસ્તાવમાં બદલાવ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ હવે મંત્રીઓનો એક સમૂહ એટલે કે GoM બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. જે મી ટૂ સાથે સંકળાયેલા મામલાની તપાસ કરશે. સુત્રો મુજબ આ મંત્રી સમૂહની અધ્યક્ષતા એક વરિષ્ઠ મહિલા મંત્રી કરશે.