બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Paresh Goswami predicted rain in Gujarat

આગાહી / ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા: ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી મોન્સૂન પર લાગશે બ્રેક

Malay

Last Updated: 07:28 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain forecast: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20, 21, 22 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાંધીનગર, ખેડા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

  • આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા ઝાપટા પડશેઃ પરેશ ગોસ્વામી

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી રાજ્યમાં ક્યાંય પણ નોંધપાત્ર વરાદ પડ્યો નથી. જોકે, હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ થવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. 

ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ તો અમુકમાં ભારે ઠંડીની આગાહી: શિયાળુ પાક લેતા  ખેડૂતો જાણી લેજો | In Gujarat the Meteorological Department has predicted  cold wave along with ...
ફાઈલ ફોટો

આ તારીખે ગુજરાતમાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 

અમદાવાદમાં સારા વરસાદની શક્યતા
તેઓએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં સારા વરસાદની શક્યતા છે. 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવશે. એ પછી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી છે. 

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat
ફાઈલ ફોટો

હવામાન વિભાગે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કરાણે રાજ્યમાં વરસાદ તવાની શક્યતા ઉદભવી છે. આ સિસ્ટમનું વહન મોટા પાયે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "આગાહી : આજે અમદાવાદ, ગાંધીનગર અને  મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી, વહેલી સવારે ભારે પવનો ફૂંકાયા, ગુજરાતમાં  ફરી ...
ફાઈલ ફોટો

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક નિષ્ણાંતોએ પણ 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસા જ્યારે દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની વકી હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવાના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ