બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / meeting will be held between Hardik Patel, Naresh Patel and Alpesh Kathiria

BIG NEWS / રાજકારણમાં મોટો ધડાકો કરશે હાર્દિક પટેલ? કોંગ્રેસ છોડી જાણો કઈ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા

Dhruv

Last Updated: 10:48 AM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિકની નારાજગી વચ્ચે આગામી 2 જ દિવસમાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે મહત્વની બેઠક યોજાશે.

  • આગામી 2 દિવસમાં ત્રણ પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાશે
  • હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે
  • કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિકનો મત

છેલ્લાં કેટલાંય દિવસથી હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઇને કોઇ પક્ષમાં જોડાવવા મામલે ગુજરાતનું રાજકારણ ગરમાઇ રહ્યું છે. એવામાં તાજેતરમાં જ ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2 દિવસની અંદર ત્રણ પાટીદાર અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. હાર્દિક પટેલ, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા વચ્ચે મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં આંદોલનના જૂના સાથીઓ પણ ઉપસ્થિત રહેશે. સાથે એવાં પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે, આગામી દિવસોમાં હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.

કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિકનો મત

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ દાહોદમાં રાહુલ ગાંધીએ સંબોધન દરમ્યાન હાર્દિક પટેલ જેલમાં રહ્યો છે છતાં રાહુલ ગાંધીએ માત્ર જિગ્નેશ મેવાણીનું જ નામ લેતા હાર્દિક નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં OBC અને દલિત સમાજના પ્રભુત્વનો હાર્દિકનો મત રહેલો છે. ત્યારે હાર્દિકની છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ સાથે ચાલી રહેલી નારાજગી વચ્ચે આગામી દિવસોમાં ગમે ત્યારે કોઇ પણ પક્ષમાં જોડાવવા મામલે તે મહત્વનો નિર્ણય લઇ શકે છે.

હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી અંગે પૂર્ણવિરામ મૂક્યું હતું

જો કે, કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગી સહિતના મુદ્દાને કારણે હાર્દિક પટેલને લઈને જે અટકળો લગાવવામાં આવી રહી હતી. તેની પર હાર્દિકે અગાઉ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે, "જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવવાની હોય, હું કોંગ્રેસ પાર્ટીમાં છું, તો મારે 100 ટકા પાર્ટીને આપવાના છે. મે પહેલાં પણ કહ્યું છે કે માત્ર કોંગ્રેસ પાર્ટી નહીં જ્યારે-જ્યારે હું આંદોલનની ભૂમિકામાં હતો, ત્યારે પણ મેં મારા 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો છે."

તાજેતરમાં હાર્દિકનો પક્ષ લઇને ભાજપ નેતાએ કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દાહોદમાં રાહુલ ગાંધીએ કરેલા સંબોધનને લઇને ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. કારણ કે, ભાજપ નેતા યજ્ઞેશ દવેએ હાર્દિકના પક્ષમાં કોંગ્રેસ સામે જાતિવાદનો આક્ષેપ લગાવ્યો હતો. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર જાતિવાદનો આક્ષેપ લગાવતા ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'કોંગ્રેસમાં ભયંકર જાતિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ માત્ર જિગ્નેશ મેવાણીનો જ ઉલ્લેખ કર્યો. જિગ્નેશ મેવાણી કરતા હાર્દિક પટેલ વધુ જેલમાં રહ્યાં છે. હાર્દિક પટેલ સામે 32 કેસ છે અને 10 મહિના હાર્દિક જેલમાં રહ્યાં હતાં. જ્યારે જિગ્નેશ મેવાણી માત્ર 9 દિવસ જ જેલમાં રહ્યાં હતાં. હાર્દિક પટેલના નામનો કેમ ઉલ્લેખ ન કર્યો?'

'નરેશ પટેલે જલ્દી જ નિર્ણય લઈ લેવો જોઈએ': હાર્દિક પટેલ

બીજી બાજુ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેને લઇને પણ ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દાહોદના કાર્યક્રમ સ્થળ પર ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલને લઈને હાર્દિક પટેલે મહત્વનું નિવેદન કર્યું હતું. જેમાં હાર્દિકે કહ્યું હતું કે, 'નરેશ પટેલે જલ્દી જ નિર્ણય લઈ લેવો જોઈએ.'

હાર્દિકે નરેશ પટેલનું નામ લઈને કહ્યું કે તેમણે જલ્દી આ અંગે નિર્ણય લઈ લેવો જોઈએ. હાર્દિકે કહ્યું કે, "હું ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી એક નિરાકરણ આવી જાય, વારંવાર નરેશભાઈ દિલ્હી જવું પડે તેમણે મિટિંગ કરવી પડે, તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ ગયા હતા જે સારી વાત છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ