બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / meeting in gandhinagar today regarding the letter of guarantee of policemen

બેઠક / ગુજરાતના પોલીસકર્મીઓના પગાર વધારા મામલે બાંહેધરી પત્ર અંગે લેવાઇ શકે છે મોટો નિર્ણય, સહી ન કરનારને નહીં મળે આ લાભ!

Dhruv

Last Updated: 02:12 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય (Gujarat) ના પોલીસકર્મીઓના બાંહેધરીપત્ર મામલે ગાંધીનગર ખાતે આજે ગૃહ વિભાગ દ્વારા મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં આજે બાંહેધરી મામલે નિર્ણય લેવાશે.

 • પોલીસકર્મીઓના બાંહેધરીપત્ર મામલે આજે બેઠક
 • બેઠકમાં બાંહેધરી મામલે આજે નિર્ણય લેવાશે
 • ભવિષ્યમાં આંદોલન ન કરવા આપવી પડશે બાંહેધરી

તાજેતરમાં જ પોલીસકર્મીઓના પગારવધારા માટેની જાહેરાત કરાઇ હતી. પરંતુ હવે પોલીસકર્મીઓએ પણ આ મામલે બાંહેધરીપત્ર આપવું પડશે. આ બેઠકની અંદર પોલીસકર્મીઓએ ભવિષ્યમાં આંદોલન ન કરવા અંગે બાંહેધરી આપવી પડશે. બાંહેધરી પત્રમાં સહી ન કરનારા પોલીસકર્મીઓને રજા નહીં મળે. મહત્વનું છે કે, સાબરકાંઠા SRP ગ્રુપના સેનાપતિએ બાંહેધરી ન આપનારા પોલીસકર્મીને રજા ન આપવાનો પરિપત્ર કર્યો હતો.

પોલીસકર્મીઓને એલાઉન્સ આપીને પગારમાં કરાયો છે વધારો

મહત્વનું છે કે, રાજ્ય સરકારે પોલીસકર્મીઓના પગાર વધારા માટેનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે પોલીસકર્મીઓના પગાર વધારાના લાભ અંગે આ બાંહેધરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એલાઉન્સ આપીને પોલીસકર્મીઓના પગારમાં વધારો કરાયો છે.

15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગને અપાઇ હતી મોટી ભેટ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના પોલીસ વિભાગને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલ નવું પગાર ભથ્થું 1 ઑગસ્ટથી લાગુ થશે તેવો પરિપત્ર કરાયો હતો. જેના લીધે પોલીસ બેડામાં ખુશીની લાગી વ્યાપી ગઇ હતી.

ગુજરાતના પોલીસ કર્મીઓના પગારમાં જુઓ કોને કેટલો વધારો?

 • ફિક્સ પગારદાર LRD-ASIનો વાર્ષિક પગાર 96 હજાર 150 વધ્યો 
 • અગાઉ LRD-ASIનો વાર્ષિક પગાર 2,51,100 હતો
 • હવે વધારા બાદ LRD-ASIનો વાર્ષિક પગાર 3,47,250 થયો
 • પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર રૂપિયા 52 હજાર 740 વધ્યો
 • અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર વાર્ષિક 3 લાખ  63 હજાર 660 હતો
 • વધારા બાદ પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,16,400 થયો
 • પોલીસ હેડ કોન્સ્ટેબલના વાર્ષિક પગારમાં 58,740નો વધારો 
 • અગાઉ પોલીસ હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,36,654 હતો 
 • હવે વધારા બાદ પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4,95,394 થયો
 • ASIના વાર્ષિક પગારમાં 64,740 નો વધારો કરવામાં આવ્યો 
 • અગાઉ ASIનો વાર્ષિક પગાર 5,19,354 જેટલો હતો 
 • હવે વધારા બાદ ASIનો વાર્ષિક પગાર 5,84,094 થયો

મહત્વનું છે કે રાજ્ય સરકારની પોલીસ વિભાગને  15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મોટી ભેટ આપવામાં આવી હતી. પોલીસ વિભાગના કર્મચારીઑ માટે પગાર વધારો મંજૂર કરતાં 550 કરોડના ભંડોળને મંજૂરી આપવામાં આવી હતી. જેનો લાગુ કરવાનો પરિપત્ર ન થતાં પોલીસકર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. પરંતુ 29 ઓગસ્ટના રોજ મોડી સાંજે નવા પગાર વધારાને લાગુ કરવાનો જીઆર બહાર પાડી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસકર્મચારીઓને ગયા (ઓગસ્ટ) મહિનેથી જ પગાર વધારાનો લાભ શરૂ થઇ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat government Gujarat police letter of guarantee ગુજરાત પોલીસ બાંહેધરી પત્ર gujarat police news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ