media and mobile ban in vc office at MS university baroda gujarati news
સૂચના /
આજ સુધી કોઈએ નથી કર્યો તેવો વિવાદિત ફતવો MS યુનિ.ના VCએ જાહેર કર્યો, મોબાઈલ અને મીડિયા પર પ્રતિબંધ
Team VTV12:28 PM, 21 May 22
| Updated: 03:51 PM, 21 May 22
MS યુનિ.ના VC દ્વારા વિવાદિત ફતવો બહાર પડાયો છે જેમાં મોબાઈલ અને મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
MS યુનિ.માં વિવાદિત ફતવો બહાર પડાયો
મોબાઈલ લઇ જવા પર તેમજ મીડિયાને પ્રવેશવા પર પ્રતિબંધ
યુનિ. સત્તાધીશોના તઘલખી નિર્ણયનો ચો તરફ વિરોધ
અનેક વાર વિવાદોમાં આવતી વડોદરાની MS યુનિવર્સિટીને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં MS યુનિ.ના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવનો વિવાદિત ફતવો જાહેર કરાયો છે. VCની ચેમ્બરમાં જતાં પહેલાં મોબાઈલ બહાર મૂકવા ફતવો પડાયો છે. VCની ચેમ્બરની બહાર ટ્રે મૂકી સૂચના સાથે બોર્ડ મૂકવામાં આવ્યું છે.
ઑફિસમાં મીડિયાને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો
તમને જણાવી દઇએ કે, આજ દિન સુધી યુનિ.ના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય કોઈ વીસીએ લીધો નથી. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હથિયારી જવાન પણ તૈનાત કરાયા છે. હેડ ઑફિસમાં મીડિયાને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. વીસી કે રજિસ્ટ્રારની ઑફિસ સુધી કોઈને પણ નહીં જવાના આદેશ અપાયા. નોંધનીય છે કે, યુનિવર્સિટીના સત્તાધીશોના તકલઘી નિર્ણયનો ચારે તરફ વિરોધ થઇ રહ્યો છે. સેનેટ સભ્ય નિકુલ પટેલે આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
સળગતા સવાલ?
શા માટે યુનિવર્સિટીમાં અચાનક જ નવા નિયમો બનાવવાની જરૂર પડી?
MS યુનિવર્સિટી આવા તઘલખી નિર્ણય લઇને શું સાબિત કરવા માંગે છે?
મીડિયાનો પ્રવેશ અટકાવીને શું છુપાવવા માંગે છે MS યુનિ.ના સત્તાધીશો?
તાજેતરમાં જ હિન્દુ દેવીના બીભત્સ ચિત્ર મામલે MS યુનિ.માં થઇ હતી ભારે બબાલ
ઉલ્લેખનીય છે કે, MS યુનિવર્સિટી અનેક વાર વિવાદમાં આવતી રહેતી હોય છે. કારણ કે તાજેતરમાં જ MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયા બાદ ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ વચ્ચે મોટી બબાલ થઇ હતી.
તાજેતરમાં આર્ટ પ્રદર્શન દરમ્યાન દેવી દેવતાના કટ આઉટ ડિસપ્લેમાં રખાતા સર્જાયો હતો વિવાદ
તાજેતરમાં M.S યુનિવર્સિટીમાં ફાઇન આટ્સ વિભાગમાં એક આર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ન્યૂઝ પેપરમાંથી દેવી દેવતાના કટ આઉટ ડિસપ્લેમાં રખાયા હતાં. જેમાં દેવી દેવતાના કટ આઉટમાં બેકગ્રાઉન્ડમાં દુષ્કર્મના ન્યૂઝ રાખવામાં આવ્યા હતાં. જેમાં જૂદા-જુદા ભગવાનના કટ આઉટમાં દુષ્કર્મ કેસના ન્યૂઝ હતાં. મહત્વનું છે કે, ફાઇન આર્ટસના વિદ્યાર્થી દ્રારા આ કટ આઉટનું પ્રદર્શન થયું હતું. દેને લઈને સિન્ડિકેટ સભ્ય તેમજ વિદ્યાર્થી પંખના નેતાઓ દ્વારા ફાઇન આર્ટ ફેકલ્ટી સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ આ મામલે ફેકલ્ટીના ડીનને સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલા ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સત્તાધીશો વચ્ચે રજૂઆત ઉગ્ર બનતાં મામલો ઠાળે પાડવા MS યુનિવર્સિટીમાં પોલીસ બોલાવવામાં વખત આવ્યો હતો. મહત્વનું છે કે,યુનિવર્સિટી દ્વારા વિવાદ વધુ વકરે તે પહેલા ડિસ્પ્લે કટઆઉટ દૂર કરાયા હતાં તો આ તરફ હસમુખ વાઘેલાએ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીનના રાજીનામાની માંગ કરાઇ હતી.