બજાર / આજે ફરી વધ્યા સોના- ચાંદીના ભાવ, અધધ વધારા સાથે કેટલે પહોંચી સોના-ચાંદીની કિંમત

mcx gold silver prices today rise again know the new rates

વૈશ્વિક બજારોમાં તેજીને કારણે ભારતીય બજારોમાં સોના -ચાંદીની કિંમતોમાં તેજી નોંધાયી છે. એમસીએક્સ પર ઓક્ટોબરના સોનાનો વાયદો 0.18 ટકા વધીને 53,370 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના વાયદાનો ભાવ 0.8 ટકા વધીને 69688 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. ગત સત્રમાં સોનાની કિંમતોમાં 2 ટકા એટલે કે 1033 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યા હતા. જ્યારે ચાંદી 2.6 ટકા એટલે કે 1750 ગ્રામ પ્રતિ કિલોગ્રામ ઉછળ્યું હતુ. આ મહિનાની શરુઆતમાં 7 ઓગસ્ટે સોનુ 56 191 પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ સાથે ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ