Team VTV09:10 AM, 22 Jan 22
| Updated: 11:28 AM, 22 Jan 22
મુંબઈના તાડદેવ વિસ્તારમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે.
ફાયર બ્રિગેડની 24 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ
20 માળની બિલ્ડિંગમાં આગ લાગી
તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની પાસે જ છે
ફાયર બ્રિગેડની 24 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ
આ ઘટના કમલા સોસાયટી નામક સ્થાનીક ઈમારતમાં થઈ છે. હાલમાં ફાયર બ્રિગેડની 24 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચોથા સ્તરની આગ છે. જે ઘણી ભીષણ માનવામાં આવે છે. જે 20 માળની બિલ્ડિંગમાં આગ લાગી છે તે તાડદેવ વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલની પાસે જ છે.
નવી અપડેટ મુજબ મુંબઈનાં તારદેવમાં ભાટિયા હોસ્પિટલ નજીક 20 માળની કમલા બિલ્ડીંગમાં લાગેલી આગની ઘટનામાં બે લોકોના મોત થયા છે: BMC
#UPDATE | Two people have died in the fire incident that broke out in 20 storeys Kamala building near Mumbai’s Bhatia hospital in Tardeo: Brihanmumbai Municipal Corporation
આ આગ 20 માળી બિલ્ડિંગમાં આગ સવારે 7.30 વાગે લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિલ્ડિંગની 18 માં માળ પર આગ લાગી હતી. બીએમસીએ ઘટનામાં 2 લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.
3 મહિના પહેલા બની હતી મોટી ઘટના
ગત વર્ષે ઓક્ટોબરમાં મુંબઈના કરી રોડ સ્થિત એક બહુમાળી ઈમારીતમાં આગ લાગી હતી. જેમાં એક સુરક્ષા ગાર્ડની પડવાથી મોત થયુ હતુ. ભાષમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર મહાનગરમાં 61 માળના એક રેસિડન્ટેલ ઈમારતના 19માં માળે આગ લાગ્યા બાદ એક ફ્લેટથી એક સુરક્ષા ગાર્ડ નીચે પડી ગયો હતો. જેનાથી તેમનું મોત થયું. ફાયર વિભાગે એક અધિકારીઓએ આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિના પડવાની પહેલા બાલકનીમાં લટકતો જોવા મળી શકે છે.
આ દરમિયાન ફાયરે બિલ્ડિંગમાં ફસાયેલા 16 લોકોને બચાવ્યા છે. ફાયર વિભાગે અધિકારીએ જણાવ્યું કે આગ 19મી માળથી 20 માં માળ સુધી પહોચી ગઈ હતી અને લગભગ 5 કલાકના પ્રયાસ બાદ આના પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આગ બુઝાવવા માટે ફાયરની 16 ગાડીઓ, પાણીના 9 ટેન્કર અને 2 સીડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.