9 પત્નીને લઇને વિવાદમાં આવેલા બ્રાઝિલના મોડલ બાદ અન્ય બે વ્યક્તિઓ એવા છે જેમણે 20 કરતા વધારે લગ્ન કર્યા.
એક કરતા વધુ પત્ની ધરાવતા વ્યક્તિઓ
મિઝોરમના ઝિઓના ચાનાને 38 પત્નીઓ
કેનેડાના એક શખ્સે 27 લગ્ન કર્યા
હાલના દિવસોમાં એક શખ્સ પોતાની 9 પત્ની હોવાને લઇને ચર્ચામાં છે . બ્રાઝિલનો મોડલ આર્થર ઓ ઉરસોને 9 પત્ની છે. પરંતુ આર્થર એકલો જ આવો વ્યક્તિ નથી કે જેને વધારે પત્ની હોય. કેનેડામાં રહેનારા 65 વર્ષના વિંસ્ટન બ્લૈકમોરને 27 પત્નીઓ હતી જ્યારે મિઝોરમના જિઓના ચાનાને 38 પત્નીઓ હતી. ત્યારે આવો વાત કરીએ બહુપત્નીને કારણે ચર્ચામાં રહેલા એ વ્યક્તિઓની.નિ
ઝિઓના ચાનાને હતી 38 પત્નીઓ
મિઝોરમના ઝિઓના ચાનાએ 'વિશ્વના સૌથી મોટા પરિવાર'ના વડા તરીકે જાણીતા હતા. ઝિઓનાનું ગયા વર્ષે 76 વર્ષની વયે અવસાન થયું હતું. તે મિઝોરમના એક ગામમાં રહેતો હતો. ઝિઓના ચાનાના પરિવારમાં 38 પત્નીઓ અને 89 બાળકો અને 36 પૌત્રો છે.
ઝિઓનાએ 17 વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન કર્યા
ઝિઓનાના 17 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન થયા હતા. તે પછી વર્ષમાં અન્ય 10 મહિલાઓ સાથે તેઓએ લગ્ન કર્યા હતા. તેઓ પરિવારના મુખિયા હોવા છતાં તેઓએ 2011ના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેઓ હજી પણ પોતાનો પરિવાર વધારવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે 'હું મારા પરિવારનો વિસ્તાર કરવા તૈયાર છું અને લગ્ન માટે કોઈપણ હદ સુધી જઈશ. મારી પાસે કાળજી લેવા માટે ઘણા લોકો છે. હું મારી જાતને નસીબદાર વ્યક્તિ માનું છું. મહત્વનું છે કે આટલો લાંબો પરિવાર ધરાવતા ઝિઓના મિઝોરમમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતા. દેશ-વિદેશના લોકો તેમને મળવા આવતા અને તેમના જીવન વિશે જાણવા માટે ઉત્સુક રહેતા. ઝિયોના ચાના વ્યવસાયે સુથાર હતા. તે જે સંપ્રદાયમાંથી આવતા હતા ત્યાં બહુપત્નીત્વને માન્યતા છે.
કેનેડાના આ વ્યક્તિને હતી 27 પત્નીઓ
કેનેડામાં રહેતા 65 વર્ષીય વિન્સ્ટન બ્લેકમોરે 27 લગ્ન કર્યા છે. વિન્સ્ટનને વિવિધ લગ્નોમાંથી 150 બાળકો છે. તે વિશ્વભરમાં બહુપત્નીત્વવાદી તરીકે ઓળખાય છે. તાજેતરમાં, તેની પ્રથમ પત્નીથી તેની પુત્રી મેરી જેન બ્લેકમોરે વિન્સટનના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે.
ભાઇ બહેનોની સંખ્યા 150
મેરી જેન કહે છે કે તેની પાસે ભાઈ-બહેનોની લાંબી લાઇન છે. જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેના પિતાને 12 પત્નીઓ હતી. તે સમયે, મેરીને 40 ભાઈ-બહેન હતા અને પાછળથી વિન્સ્ટને ઘણા વધુ લગ્ન કર્યા જેથી મેરીના ભાઈ-બહેનોની સંખ્યા વધીને 150 થઈ ગઈ. વિન્સ્ટને 18 વર્ષની ઉંમરે પ્રથમ વખત લગ્ન કર્યા હતા.
'અન્ય સાથે આધ્યાત્મિક લગ્ન કર્યા હતા'
મેરીના જણાવ્યા અનુસાર, 2017માં પિતા વિન્સ્ટનપર ગેરકાયદેસર બહુપત્નીત્વનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને પછી 2018માં તેને છ મહિનાની નજરકેદની સજા ફટકારવામાં આવી હતી. બહુપત્નીત્વ માટે કેનેડાના 100 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ દોષિત ઠરાવ હતો. જોકે, મેરી કહે છે કે તેના પિતાએ મારી માતા સાથે માત્ર કાયદેસર રીતે લગ્ન કર્યા હતા, તેમણે અન્ય મહિલાઓ સાથે 'આધ્યાત્મિક લગ્ન' કર્યા હતા.
આર્થર ઓ ઉરસો વધુ બે લગ્ન કરવા માંગે છે
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આર્થર ઓ ઉરસો નવ પત્નીઓને કારણે ચર્ચામાં આવ્યો હતો. તેની એક પત્ની તેને છૂટાછેટા આપવાની હોવાની વાત સામે આવી હતી. જો કે આ અંગે આર્થરે એમ પણ જણાવ્યું હતું કે તે વધુ 2 લગ્નો કરવા માગે છે. મહત્વનું છે કે આર્થર તમામ પત્નીઓ પોતાના બાળકના પિતા પણ બનવા માંગે છે. આર્થરની પહેલી પત્નીનું નામ લુઆના કાઝાકી છે. આર્થરને હવે એક પુત્રી છે