બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / Manmohan Singh Loses SPG Cover as Govt Downgrades Security to Z-Plus Category

સુરક્ષા / પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવાઈ, હવે Z+ સુરક્ષાથી કવચ

Krupa

Last Updated: 11:43 AM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહથી SPG સુરક્ષા પરત લેવામાં આવી છે. હવે તેઓ z+ સુરક્ષામાં રહેશે. ગૃહ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે નિર્ણય સુરક્ષા એજન્સીઓને આપેલા ઇનપુટના આધાર પર લેવામાં આવ્યો છે. હવે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધીને SPG સુરક્ષા મળશે.

ગૃહ મંત્રાલયે આ નિર્ણય તમામ એજન્સીઓના ઇનપુટના નિયમિત મૂલ્યાંકન કર્યા બાદ લીધો છે. સૂત્રોએ જણાવ્યું કે મનમોહન સિંહના જીવને ઓછું જોખમ છે ત્યારબાદ એમની પાસેથી SPG સુરક્ષા પરત લેવામાં આવી છે. 

આ મામલાને લઇને ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સુરક્ષાને લઇને નિર્ણય સમગ્ર રીતે પ્રોફેશનલ આધાર પર લેવામાં આવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે નિર્ધારિત સમય બાદ સુરક્ષા વ્યવસ્થાને રિવ્યૂ કરવામાં આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે અને એ હેઠળ જ સુરક્ષા ઘટાડવા અથવા વધારવાનો નિર્ણય થાય છે. 

દેશમાં SPG સુરક્ષા માત્ર કેટલાક લોકોને આપવામાં આવે છે. SPGમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષાબળ સામેલ થાય છે જે દેશના સૌથી સંરક્ષિત રાજનેતાઓની સુરક્ષામાં તૈનાત હોય છે. આ બળ હવે માત્ર ચાર લોકો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના બે બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષા કરશે. 

વર્ષ 2004 થી 2014 સુધી પ્રધાનમંત્રી રહેલા મનમોહન સિંહના નજીકના સૂત્રોનું કહેવું છે કે એ ખાનગી રીતે પોતાની સુરક્ષાને લઇને ચિંતિત નથી અને એ સરકારના નિર્ણયને માનશે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને વીપી સિંહ થી પણ બે દશક પહેલા SPG સુરક્ષા પરત લેવામાં આવી હતી.

તો બીજી બાજુ સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પાસે 2018 સુધી SPG સુરક્ષા હતી. તેઓ બિમારીના કારણે ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનથી દૂર હતા. 2014માં કોંગ્રેસની હાર બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનની પુત્રીએ પોતાની SPG સુરક્ષાને પરત કરી દીધી હતી. 

શું હોય છે SPG સુરક્ષા
ભારતમાં પ્રધાનમંત્રી અને ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા પ્રાપ્ત છે. આ સુરક્ષાનો સૌથી ઊંચો સ્તર હોય છે. એમાં તૈનાત કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયાર અને સંચાર ઉપકરણ હોય છે. 

z+ શ્રેણીની સુરક્ષા
SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ની સુરક્ષા બાદ z+ ભારતની સર્વોચત્ય સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં સંબંધિત વિશિષ્ટ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો લાગેલા હોય છે. એમાં 10થી વધારે એનએસજી કમાન્ડોની સાથે દિલ્હી પોલીસ, આઇટીબીપી અથવા સીઆરપીએફના કમાન્ડો અને રાજ્યના પોલીસકર્મી સામેલ હોય છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને સશસ્ત્ર યુદ્ધ કરવાની કળામાં માહિર હોય છે. સુરક્ષામાં લાગેલા એનએસજી કમાન્ડોની પાસે એમપી 5 મશીનગનની સાથે આધુનિક સંચાર ઉપકરણ પણ હોય છે. આ ઉપરાંત એમના કાફલામાં એક જામર ગાડી પણ હોય છે જે મોબાઇલ સિગ્નલ જામ કરવાનું કામ કરે છે. દેશમાં પસંદગીના લોકોને જ z+ ની સુરક્ષા પ્રાપ્ત છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ