બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / man makes money by admitting others driving offences unusual service know more

ભેજાબાજ / બીજાની ભૂલો પોતાના માથે લઈ લે છે આ શખ્સ, આવી સર્વિસ આપીને કમાયા લાખો રૂપિયા

Arohi

Last Updated: 11:58 AM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનિશ અધિકારીઓએ એક એવો માણસને શોધી કાઢ્યો છે જેણે અત્યાર સુધીમાં હજારો લોકોની ડ્રાઇવિંગની ભૂલો પોતાના માથે લઈ ચુક્યો છે. બદલામાં તેમની પાસેથી ફી વસુલે છે.

  • પોલીસે કરી શખ્સની ધરપકડ 
  • બીજાની ભૂલો પોતાના માથે લેતો હતો શખ્સ 
  • બાદમાં વસુલતો હતો મોટી ફી 

ભૂલ નાની હોય કે મોટી સામાન્ય રીતે કોઈ તેને માથે લેવા માગતું નથી. બને ત્યાં સુધી લોકો પોતાની ભૂલો બીજા પર ઢોળી દે છે. પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જે બીજાની ભૂલો પોતાના માથે લે છે.  જો કે તે આ કામ મફતમાં નથી કરતો અને આ માટે તે લોકો પાસેથી પૈસા લે છે.

સ્પેનિશ અધિકારીઓએ એક એવો માણસ શોધી કાઢ્યો છે જેણે અત્યાર સુધીમાં હજારો લોકોની ડ્રાઇવિંગની ભૂલો પોતાના માથે લઈ ચુક્યો છે. બદલામાં તેમની પાસેથી ફી ચાર્જ કરે છે. Balearic Islandsના સિવિલ ગાર્ડે આ વાતની જાહેરાત કરી છે કે આ માણસ આવું કરવાની સાથે તેને ખૂબ જ અલગ રીતે એડવરટાઈઝ પણ કરે છે. 

બીજાની ભૂલો પોતાના માથે લેવાનું કરે છે કામ 
અધિકારીઓએ આ વ્યક્તિનું નામ જણાવ્યું નથી. પરંતુ જણાવ્યું છે કે તે આર્મેનિયન છે અને તેણે અત્યાર સુધીમાં ઘણા અજાણ્યા લોકોના ડ્રાઇવિંગના ગુનાઓ તેના માથા પર લીધા છે. લોકો તેમની પાસેથી આ પ્રકારની સેવા લે છે. કારણ કે તેઓ તેમના ડ્રાઇવિંગ રેકોર્ડને સ્વચ્છ રાખવા માંગે છે અને ઇચ્છે છે કે તેમને ચલણ ચૂકવવું ન પડે. 

આ વ્યક્તિને તેઓ આ સર્વિસના બદલામાં 75 -200 યુરો એટલે કે 6000-15000 રૂપિયાની ફી ચૂકવવા તૈયાર છે. સિવિલ ટ્રાફિક ગાર્ડના જણાવ્યા અનુસાર તેણે આ કામ વર્ષ 2021ની વચ્ચે શરૂ કર્યું હતું. દરેક જગ્યાએ તે વ્યક્તિ ડ્રાઈવિંગ ઓફેંસની વચ્ચે જ કોઈ એવું વાહન લઈને આવી જાય છે જેનું રજીસ્ટ્રેશન પણ તેના નામ પર નથી હોતું. 

પોતાનું લાયસન્સ પણ છે સસ્પેન્ડ 
રસપ્રદ વાત એ પણ છે કે એક વખત તેણે અડધો કલાકમાં 800 કિલોમીટરના અંતરે બે વાર ટ્રાફિક નિયમો તોડ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વાહન જેના નામે હતું તે મહિલા હતી. પરંતુ આ શખ્સે આવીને તેના નામ પર ચલણ કપાવી લીધું હતું. 

તેનું પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવાથી આવી સ્થિતિમાં તે વ્યક્તિ લાયસન્સનાં પોઈન્ટ્સ સાચવતો હતો જેની તે ગાડી હોતી હતી. અત્યાર સુધીમાં આ વ્યક્તિએ સ્પેનમાં કુલ 91 લોકોના ડ્રાઇવિંગના ગુનાને માથે લઈને લાખો રૂપિયા કમાઈ લીધા છે. સ્પેનમાં ટ્રાફિકની સજા પોઈન્ટ દ્વારા નક્કી કરવામાં આવતી હોવાથી લોકો તેમના પોઈન્ટ બચાવવા માટે તેને નોકરીએ રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ