બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / man dead body found from verna car in ahmedabad
Intern
Last Updated: 06:00 PM, 13 February 2020
ADVERTISEMENT
શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇ કાલે એક યુવકની કારમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. યુવકની હત્યા કરાઇ છે કે તેનું કુદરતી મોત થયું કે પછી તેને આત્મહત્યા કરી છે. તે શોધવા માટે પોલીસ તપાસ શરૂ કરી છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં બ્રિજના છેડે વર્ના કારમાં યુવકની લાશ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ બોપલમાં એક કારમાંથી યુવકની લાશ મળી આવી હતી.
ADVERTISEMENT
ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ શ્રીજી બંગલોમાં ૩૧ વર્ષિય હર્ષ પટેલ, જેનું ગઇકાલે રહસ્યમય રીતે મોત થયું છે. હર્ષ ગઇ કાલે પોતાની વર્ના કાર લઇને નીકળ્યો હતો અને ન્યૂ રાણીપ ઓવરબ્રિજની નીચે કાર પાર્ક કરી હતી. હર્ષ થોડો સમય સુધી બહાર નહીં આવતાં આસપાસના લોકોને શંકા ગઇ હતી. જેથી તેની કાર પાસે જઇને જોવા ગયા હતા. હર્ષ બેભાન હાલતમાં દેખાતાંની સાથે લોકોને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ૩૧ વર્ષના હર્ષનું મોત કેવી રીતે થયું તે રહસ્ય હજુ સુધી અકબંધ છે.
પોલીસે હર્ષનું પોસ્ટમોર્ટમ કરાવીને લાશનો કબજો તેના પરિવારને સોંપી દીધો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે હાલ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જે પણ સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં બોપલમાંથી એક યુવકની લાશ કારમાંથી મળી આવી હતી, જેમાં તેની હત્યા થઇ હોવાનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.