બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Mallikarjun Kharge shayari on congress weakness

દિલ્હી / સંસદમાં PM મોદીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ઉપરાષ્ટ્રપતિને ભાવુક કરી મૂક્યા, જાણો શું બન્યું

Vaidehi

Last Updated: 05:07 PM, 7 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની નબળાઇ પર ઇશારામાં વાત કરતાં શાયરી અંદાજમાં કહ્યું કે 'મારા માટે કોઇ પણ અભિપ્રાય ન બનાવતા ગાલિબ, મારો સમય બદલાશે, તારો અભિપ્રાય પણ બદલી જશે. '

  • ઉપરાષ્ટ્રપતિને ખડગેએ વિપક્ષ તરફથી કરી વાત
  • વિપક્ષનાં બળ પર બોલ્યાં ખડગે
  • સંસદમાં દેખાયો ખડગેનો શાયરાના અંદાજ

શિયાળાનાં સત્રનાં પહેલા દિવસે રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું તો વિપક્ષે તેમને પોતાનું ધ્યાન રાખવા માટેની અપીલ પણ કરી. રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું કે મને આશા છે કે તમે અમારી ભાવનાઓને સમજશો. અમે અમારા તરફથી તમને સંપૂર્ણ સહયોગ કરશું. એટલું જ નહીં આ દરમિયાન તેમણે એ પીડા પણ વ્યક્ત કરી કે સંસદમાં નંબરોની જ ભાષા સમજવામાં આવે છે. અને કોઇ પણ દળનાં નેતાનાં અનુભવ, તર્કો અને વિચારો પર ધ્યાન દેવામાં આવતું નથી.

વિપક્ષનાં બળ પર બોલ્યાં ખડગે
મલ્લિરાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષમાં લોકોનું સંખ્યાબળ ભલે ઓછું હોય પરંતુ તેમના અનુભવ અને તર્કોમાં શક્તિ છે. સમસ્યાએ છે કે તેમની જગ્યા નંબરોને આધારે નક્કી થાય છે, વિચારોનાં આધારે નહીં. સાંસદમાં બેઠકો ઓછી હોવાથી નબળાં વર્ગનાં લોકોને વાતચીતનો મોકો ઓછો મળે છે અને ઘણીવાર બિલ પણ ઊતાવળમાં પસાર કરી દેવામાં આવે છે.

સંસદ પહેલાં 100 દિવસ ચાલતું હતું...- ખડગે
મલ્લિકાર્જુન ખડગે બોલ્યાં કે પહેલાં સંસદ વર્ષમાં 100 દિવસથી વધુ દિવસો ચાલતું હતું પરંતુ હવે 60થી 70 દિવસો પણ નથી ચાલી શકતું. સાંસદમાં બેઠકો થશે તો સારો નિર્ણય લઇ શકાશે. એટલું જ નહીં આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કરતાં શાયરીનાં અંદાજમાં ખડગેએ વિપક્ષનો પક્ષ લીધો.

મારી હાલત પણ બદલશે અને તારો અભિપ્રાય પણ- ખડગે
કોંગ્રેસની નબળાઇ પર નિશાન સાધતાં ખડગે શાયરાના અંદાજમાં બોલ્યાં કે, 'મારા માટે કોઇ પણ અભિપ્રાય ન બનાવતા ગાલિબ, મારો સમય બદલાશે, તારો અભિપ્રાય પણ બદલી જશે. ' કોંગ્રેસનાં અધ્યક્ષએ ઉપરાષ્ટ્રપતિથી કહ્યું કે ઊપલાં ગૃહનાં સંરક્ષકનાં રૂપમાં તમારી ભૂમિકા અન્ય જવાબદારીઓથી ઘણી મોટી છે. તમે ભૂમિપુત્ર છો અને અહીં સુધી પહોંચવાની યાત્રા મહત્વની છે. 

બંને ગૃહોનાં મહત્વ પર બોલ્યાં ખડગે
કોંગ્રેસનાં લીડર ખડગેએ કહ્યું કે રાજ્યસભાએ ભારતીય લોકતંત્રમાં સંવાદની પરંપરાને મજબૂતી આપી છે. જેવી રીતે સંસદ 2 ગૃહોનાં મળીને બને છે તેવી રીતે લોકતંત્ર વિપક્ષ અને સત્તા પક્ષ બંનેનાં મળવાથી બને છે. તેથી જરૂરી છે કે વિપક્ષનો પણ અભિપ્રાય લેવામાં આવે. તેમણે કહ્યું કે બાબાસાહેબ આંબેડ્કરએ બંને ગૃહો માટે અલગ સચિવાલય બનાવવાની વાત કહી હતી જેથી બંનેનું મહત્વ જળવાઇ રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ