બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / maharashtra politics bjp state chief chandrakant patil says we make eknath sinde CM

નિવેદન / 'દિલ પર પથ્થર રાખીને એકનાથ શિંદેને CM બનાવ્યા', મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષનું નિવેદન

MayurN

Last Updated: 09:05 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે એકનાથ શિંદેની સીએમ તરીકે નિમણૂક અંગે પહેલું વિરોધાભાસી નિવેદન આપ્યું છે. "અમે ભારે હૃદયથી શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા છે.

  • મહારાષ્ટ્રના નવા CM ને લઈને વિખવાદ
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનું નિવેદન
  • દિલ પર પથ્થર રાખીને એકનાથ શિંદેને CM બનાવ્યા

મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેના સીએમ બનવાને લઇને ભાજપની અંદરથી પહેલો વિરોધ ઉઠ્યો છે. વાસ્તવમાં પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનથી હલચલ મચી શકે છે. તેમણે કહ્યું કે, "સરકારને સ્થિર કરવા અને સંદેશ આપવા માટે અમે માથે પથ્થર રાખીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા, અમે આ દુખને પચાવીને આનંદ સાથે કાર લઈને આગળ વધ્યા." તેમણે કહ્યું કે, 30 જૂને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. સાથે જ દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી સીએમ બનવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. હવે આ જ મામલે ચંદ્રકાંત પાટીલે આ વાત કહી હતી.

સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ હજુ સુધી થયું નથી
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણના 22 દિવસ બાદ પણ મહારાષ્ટ્રમાં નવી સરકાર હજુ પણ કેબિનેટ વિસ્તરણની રાહ જોઇ રહી છે. શુક્રવારે દિલ્હીની બંને મુલાકાત બાદ ભાજપનું ટોચનું નેતૃત્વ મંત્રીઓની સૂચિને મંજૂરી આપે તેવી સંભાવના છે. જો કે, રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ હજુ નક્કી થઈ નથી. શિંદે અને ફડણવીસ શુક્રવારે વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ડિનરમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે બંને કેમ્પના ધારાસભ્યો પણ કેબિનેટ વિસ્તરણની તારીખ જ નહીં, પરંતુ વિભાગોના વિભાજન વિશે પણ અનિશ્ચિત છે.

પાછા આવી શકે છે
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ દાવો કર્યો છે કે રાજ્યમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર ગેરબંધારણીય છે અને તે ટૂંક સમયમાં પડી જશે. જણાવી દઈએ કે ઠાકરે આ દિવસોમાં મહારાષ્ટ્રની મુલાકાતે છે જેને શિવ સંવાદ યાત્રા નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે, પરંતુ સરકાર પાર્ટીના વિસ્તરણમાં લાગી છે. "અમે ફક્ત મહારાષ્ટ્રના લોકોના સંપર્કમાં છીએ અને બળવાખોર ધારાસભ્યો ઇચ્છે તો અમારી પાસે પાછા આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ