રાજનીતિ / VTV વિશેષ : મહારાષ્ટ્રમાં કોણ જીત્યું એની ખબર નથી પરંતુ એક મતદારનો મત હારી ગયો

maharashtra political drama at its peak

મહારાષ્ટ્રમાં શુક્રવારની અડધી રાતે જે રંધાયું, શનિવારે સવારે પ્રજા સમક્ષ જે પીરસાયું તેનાથી રાજકીય પાર્ટીઓની સાથે સાથે દેશની જનતા માટે પણ અચાનક તે પચાવવું અઘરું પડ્યું. જ્યાં શુક્રવારે રાત્રે શિવસેના - NCP - કોંગ્રેસની બેઠક બાદ સવારે સરકાર રચવાનો દાવો કરવાની તૈયારીમાં હતું ત્યાં ભાજપે પોલિટીકલ સર્જિકલ સ્ટ્રાઈક કરીને વહેલી સવારે NCPના અજિત પવારના સમર્થનથી સરકાર રચી દીધી. સૌ કોઈના મનમાં સવાલ એ જ આવી રહ્યો હતો કે આખરે આ ગેમ ક્યારેય રમાઈ ગઈ અને અજિત પવારે કાકા શરદ પવારને દગો આપ્યો કે પછી શરદ પવારે શિવસેના-કોંગ્રેસને દગો આપ્યો?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ