બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Maharashtra Political Crisis: Eknath Shinde Maharashtra CM Devendra Fadnavis BJP strategy Shiv Sena

સટીક વિશ્લેષણ / શિંદેને મહારાષ્ટ્રના નાથ બનાવવા ભાજપ મંજૂર કરતા મજબૂર વધારે, આ રહ્યા કારણો

Vishnu

Last Updated: 11:05 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના એક નિર્ણયે સૌ કોઈને ચોંકાવી દીધા છે,સીએમ તરીકે એકનાથ શિંદેને પ્રમોટ કરવા પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે

  • શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ ભાજપને આપ્યો સાથ
  • ભાજપે એકનાથ શિંદેની મુખ્યમંત્રી પદે કરી પસંદગી

મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ચોંકાવનારી ઉલટફેર આવી છે. ભાજપે એવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે કે ઉદ્ધવ ઠાકરે સમર્થિત શિવસેના અને મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીના ગઠબંધનને ચારોખાને ચીત કરી દીધી છે. ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે પોતે જ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હશે. આ નિર્ણયથી મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજનીતિથી તોડજોડ કરી અનેક રાજ્યોમાં સરકારમાં બેઠેલી BJPએ મહારાષ્ટ્રમાં કેમ સરકાર ન બનાવીએ મોટી ચર્ચાનો વિષય છે. જો તેના કારણો વિશે ચર્ચા કરીએ તો..

ઉદ્ધવ ઠાકરે ઈમોશનલ કાર્ડ નહીં રમી શકે
જ્યારથી શિવસેનાના બાગી ધારાસભ્યો સાથે એકનાથ શિંદેએ ગુલાટ મારી છે ત્યારરથી ઉદ્ધવ ઠાકરે સોશિયલ મીડિયા દ્વારા ઈમોશનલ અપીલ કરી રહ્યા હતા. ફેસબુક લાઈવ કરી પાછા આવી જાઓ મારી સાથે વાત કરો.. જેવા નિવેદન આપી શિવસૈનિકોનો ભરોસો કાયમ રાખવા ઈમોશનલ અપીલનો ટેકો લઈ રહ્યા હતા. શિવસેનાના પ્રવકતા સંજય રાઉત સતત મીડિયામાં આક્રમક રીતે કહી રહ્યા હતા કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બને તો શિવસૈનિકને કોઈ વાંધો નહીં હોય. આમ ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કરી ઉદ્ધવ ઠાકરેના ઈમોશનલ કાર્ડ અને રાઉતની આક્રમકતાને ધરમૂળથી નિશાને લીધી છે. હવે ઉદ્ધવ ઠાકરે શિવસેના અને હિન્દુત્વને દગો કરી ભાજપ સત્તામાં આવ્યું છે તેવુ કહી પણ નહીં શકે, કારણ કે ઉદ્ધવ ઠાકરે ઈમોશનલ કાર્ડમાં એકનાથ શિંદેનું પત્તું ભાજપે સમર્થન આપી ઉમેરી દીધું છે. 

શિવસેનાના વિરોધનો સામનો ભાજપને ન કરવો પડે
જો બીજા કારણની વાત કરીએ તો બાલા સાહેબ ઠાકરે વખતથી શિવસેના અને તેના કાર્યકરો ઉગ્ર વિરોધની માનસિક્તા ધરાવે છે. શિવસેના સરકાર પડી ભાગતા અનેક શિવસૈનિકો નારાજ હતા. આ નારાજગી આવનારા દિવસોમાં રસ્તા પર દેખાઈ તેમ હતી. જો ભાજપ સત્તામાં હોય તો આમને સામનેની લડાઈમાં મોટાપાયે વિરોધની જ્વાળાથી મહારાષ્ટ્ર ભભૂકે તેમ હતું પણ તો હવે શિવસૈનિક મહારાષ્ટ્રની સતા પર બિરાજમાન છે. જેથી શિવસેનાના વિરોધનો સામનો ભાજપને નહીં કરવો પડે તે સ્વાભાવિક છે. 

હિુંદત્વ ભાજપ માટે સૌપ્રથમ તે છાપનો મહારાષ્ટ્રમાં લાભ લેવા
ભાજપ જ્યારથી રાજનીતિમાં આવી ત્યારથી એક પ્રમુખ મુદ્દો એટલે કે હિુંદત્વ ભાજપની એક સિક્કાની બંને બાજુ સમાન રહ્યો છે. હિન્દુત્વની છાપને આંચ આવે તો મોટા પાયે ભાજપની વિચારધારા વાળો વર્ગ અન્ય તરફ ડાયવર્ટ થવાની ભીતિ હતી. કારણ કે શિવસેના પણ હિુંદત્વની રાજનીતિ કરી સત્તાના સોંપાને પહોંચી હતી. હિન્દુત્વ સામ સામું ન ટકરાય એટલા માટે જ ખાસ રણનીતિના ભાગ રૂપે જ હિુંદત્વ ભાજપ માટે સૌપ્રથમ તે છાપનો મહારાષ્ટ્રમાં લાભ લેવા આ ખેલ રચાયો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. શિંદેએ બળવો કર્યો તે વખતથી હિન્દુત્વનો મુદ્દો ખૂબ ચર્ચાયો છે અને વારંવાર એ કહેવામાં આવ્યું કે ઉદ્ધવની સરકારે હિન્દુત્વને કોરણે મૂક્યું છે. આથી શિવસેના જ શિંદેને હિન્દુત્વ મુદ્દે સમર્થન આપી ભાજપ મહારાષ્ટ્રમાં સત્તાના સ્વાદથી દૂર રહી છે. 

શિવસેનામાંથી ઠાકરે પરિવારની પકડ ઢીલી કરવાનો પ્લાન જેથી ભવિષ્યમાં સરકાર બનાવવામાં તકલીફ ન પડે
એકનાથ શિંદે પોતાને બાલા સાહેબના સાચા શિવસૈનિક વારંવાર કહી રહ્યા છે. શિવસેના બાલા સાહેબ નામનું જુથનું પણ એલાન કરી ચૂક્યા છે. બીજી તરફ શિવસેનાને ઊભી કરનાર બાલા સાહેબ વખતથી ઠાકરે પરિવારનો પાર્ટી પર અને હિન્દુત્વ દબદબો રહ્યો છે. પણ બાલા સાહેબ ઠાકરેના નિધન પછી શિવસેનામાં જોઈએ એટલું ન તો બળ રહ્યું છે ન જો આ પરિસ્થિતિને જોતાં કળ,  એટલે ભાજપ શિંદેને સુપર CM બનાવી શિવસેનામાંથી ઠાકરે પરિવારની પકડ ઢીલી કરવાનો પ્લાન બનાવ્યો હોઈ શકે જેથી ભવિષ્યમાં સરકાર બનાવવામાં કોઈ તકલીફ ન પડે, આ એવી વાત થઈ કે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, એટલે કે શિવસેનામાં 2 ફાડ કરી ભાજપ આગળની ચૂંટણી વ્યૂહરચનાને અહીંયા કેન્દ્રિત કરી રહ્યું છે.

હવે ઠાકરે પરિવાર પણ એકનાથ શિંદે જૂથ પર શિવસેનાના નામે કંઈ ન કરી શકે તે માટે
ઠાકરે પરિવાર વારંવાર નિવેદન આપી રહ્યો છે કે શિંદે જૂથે દગો કર્યો છે. ભાજપના પ્રેશરમાં આવી શિવસેનાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એકનાથ શિંદે બળવાખોર છે રૂપિયાની લાલચે ભાજપ સાથે જોડાયા છે. પણ હવે તમામ રાજકીય કાવાદાવા ઠાકરે પરિવાર સામે ઉલ્ટા પડે તેમ છે. શિવસૈનિક જ સીએમ બન્યો છે જેથી હવે ઠાકરે પરિવાર પણ એકનાથ શિંદે જૂથ પર શિવસેનાના નામે કંઈ ન કરી શકે. ન ભવિષ્યમાં તોડવાનો પ્રયાસ કરી શકે. ઠાકરે પરિવારને શિવસેના હાથમાંથી શરતી દેખાઈ રહી છે. એકનાથ શિંદે જૂથનો ચાહક વર્ગ પણ ખુલ્લીને બહાર આવી રહ્યો છે. અને હવે તો શિંદેને મુખ્યમંત્રીનો કારોભાર આપી વધુ સમર્થન મેળવવાનો કારસો રચાયો છે. આથી દબાણવસ ન છૂટકે હવે શિવસેનાના નામે ઠાકરે પરિવાર એકનાથ શિંદે જુથ પર શાબ્દિક પ્રહાર કે રાજકીય પેતરા અજમાવી નહી શકે કારણ કે જો એવું કરે તો પાર્ટી તૂટવાની ભીતિ તેમણે ઊધઈની જેમ કોરી ખાશે.

શિંદેને મુખ્યમંત્રી બનાવવા પાછળનું ગણિત શું છે?

  1. `શિવસેનાનો જ વ્યક્તિ મુખ્યમંત્રી છે'  તેવું દર્શાવવાનો પ્રયાસ
  2. શિંદેને સમર્થન આપવું કે નહીં, તેનો કઠોર નિર્ણય ઉદ્ધવ ઠાકરેને કરવો પડે
  3. બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો કેસ હજુ સુપ્રીમકોર્ટમાં
  4. સુપ્રીમકોર્ટે 11 જુલાઈએ સુનાવણી માટે આપ્યો છે આદેશ
  5. જો બળવાખોર ધારાસભ્યો ગેરલાયક ઠરે તો બહુમતનું ગણિત બદલાઈ શકે
  6. અઢી વર્ષ કરતા ઓછા સમય માટે ભાજપ ફ્રન્ટફૂટ પર સત્તામાં નથી આવવા માગતુ
  7. ફડણવીસ સરકારની બહાર રહે તો આવનારી ચૂંટણીની તૈયારી કરી શકે
  8. શિવસેનાના કાર્યકર્તાથી લઈ સાંસદ સુધીના લોકો બે ભાગમાં ફંટાઈ જાય
  9. શિંદે સરકારના નિર્ણયનો શિવસેનાના કાર્યકર્તા સુધી સીધો પ્રભાવ પાડી શકાય
  10. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેનાને રાજકીય સહાનુભૂતિ ન મળી શકે

રાજનીતિના અન્ય પરિબળો પર ભાજપની નજર

  • હિન્દુત્વની રાજનીતિને આગળ ધપાવવા મહારાષ્ટ્રથી ભાજપનો માસ્ટર સ્ટ્રોક
  • નુપૂર શર્માને સસ્પેન્ડ કરાતા ઘણો મોટો વર્ગ હતો નારાજ, જેને રીઝવવાનો પ્રયાસ
  • શિવસેનાના પ્રમુખ અને ખાસ કરીને સંજય રાઉતની બોલતી કરી બંધ
  • મહારાષ્ટ્રમાં આ દાવથી અન્ય રાજ્યોમાં પણ ભાજપની ટેકાની સરકાર બનવાના ચાન્સમાં વધારો (રાજસ્થાનને અનુલક્ષીને)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ