મહામંથન / પોલીસ અને વકીલોની બબાલમાં કાયદો-વ્યવસ્થા આ રીતે ખોરવાય તો કોની જવાબદારી ?

પોલીસ એટલે કે કાયદાના પાલક. અને વકીલ એટલે કાયદાના વાહક. આ બંને એવા પદ છે કે જેમના દ્વારા જ ગુનેગારો દંડાય છે..અને તેના કારણે જ સામાન્ય નાગરિક પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે..પરંતુ જ્યારે આ બંને પદ પર બેઠેલા લોકો જ આમને સામને આવી જાય ત્યારે સામાન્ય જનતાનું શું થાય?આવું જ કંઈક ઘટી રહ્યું છે રાજધાની દિલ્લીમાં. છેલ્લા 4 દિવસથી વર્દીધારી અને વકીલ વચ્ચે જે જંગ જામી છે..તેને જોતા એક બાબત પર સવાલ ચોક્કસ ઉઠે છે કે શું કાયદો સૌ માટે સમાન ન હોવો જોઈએ? જે કાયદો સામાન્ય જનતાને લાગુ પડે છે તે કાયદો વકીલોને કેમ લાગું ન પડી શકે? રાત-દિવસ જનતાની રક્ષા કરતી પોલીસના કોઈ જ અધિકાર નથી? પોલીસે જ ન્યાય માટે હાથ લંબાવવો પડે અને ન્યાયમાં વિલંબ થાય તે કેટલા અંશે યોગ્ય કહી શકાય? શું પોલીસ પર ખોટી રીતે હાથ ઉઠાવનારા દંડાવા ન જોઈએ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ