બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Madhu Srivastava attacked this candidate without naming him

રાજકારણ / જેનાથી મોત પણ દૂર ભાગે હું..: મધુ શ્રીવાસ્તવે નામ લીધા વિના જુઓ કયા ઉમેદવાર પર કર્યા પ્રહાર

Malay

Last Updated: 11:50 AM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર આકરા પ્રહાર કરતા મધુ શ્રીવાસ્તવે શાયરાના અંદાજમાં જવાબ આપ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

  • મધુ શ્રીવાસ્તવ પર ધર્મેન્દ્રસિંહના નિવેદનનો મામલો 
  • મધુ શ્રીવાસ્તવે શાયરાના અંદાજમાં આપ્યો જવાબ 
  • શાયરી ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. આક્ષેપ અને નિવેદનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ ધર્મેન્દ્રસિંહને શાયરાના અંદાજમાં જવાબ આપ્યો છે.

મધુ શ્રીવાસ્તવે આપ્યો જવાબ 
વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મંચ પરથી માઇકમાં કહ્યું કે, 'मैं वो इंसान हूं जिसे समुद्र की लहरे भी दूर-दूर भागती है, मैं वो इंसान हूँ जिसे मौत भी दूर-दूर भागती है। मौत की पुरजोर आंधी फिर जमीन से टकराईगी, वो वो टूट करके मारक खाख में मिल जाएगी' મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર સાધ્યું હતું નિશાન 
આપને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવના 'ગોળી મારવાવાળા' નિવેદન પર વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર નિશાન સાધ્યું હતું.  તેઓએ કહ્યું હતું કે, 'ગોળી મારી દઈશ એવું કહેવાવાળાની 72 વર્ષની ઉંમર છે. દરબારને ગોળી મારવાનું કહેવાય નહીં, તે સામે ગોળી મારે.' જોકે, બીજા દિવસે ધર્મેન્દ્રસિંહે નિવેદન બદલી નાખ્યું હતું. બીજા દિવસે બંદૂકને બદલે ચોકલેટની ગોળી મારવાનું કહ્યું હતું.

શું હતો સમગ્ર મામલો? 
વાઘોડિયાની બેઠક ઉપર ભાજપામાંથી અશ્વિન પટેલ, કોંગ્રેસમાંથી સત્યજીતસિંહ ગાયકવાડ, અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપાએ ટિકિટ ન આપતા બળવો કરી ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી ગૌતમ રાજપૂત ચૂંટણી મેદાનમાં છે. અપક્ષમાંથી ફોર્મ ભરતી વખતે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ