બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / love flourished on pubg quarrel between two youths

એક ફુલ દો માલી / પબજી રમતા રમતા પ્રેમ થયો: એક યુવતી બે યુવકોના પ્રેમમાં પડી, એક જ જગ્યાએ એક જ સમયે બંનેને મળવા બોલાવ્યા

Pravin

Last Updated: 06:25 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક, ઈંસ્ટા અને વોટ્સએપ પર પહેલા દોસ્તી અને બાદમાં પ્રેમના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, જોયા હશે, પણ હવે લવ સ્ટોરી પબજી રમતા રમતા પણ થઈ બની જતી હોય છે.

  • ઉત્તરાખંડમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • પબજીમાં દોસ્તી થઈ અને યુવકોને મળવા બોલાવ્યા
  • બંને યુવકોને એક જગ્યાએ એક જ સમયે મળવા બોલાવ્યા

ફેસબુક, ઈંસ્ટા અને વોટ્સએપ પર પહેલા દોસ્તી અને બાદમાં પ્રેમના કિસ્સા તો તમે ઘણા સાંભળ્યા હશે, જોયા હશે, પણ હવે લવ સ્ટોરી પબજી રમતા રમતા પણ થઈ બની જતી હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના હલ્દાનીમાંથી સામે આવ્યો છે. અહીં રાજસ્થાન અને યુપીના મુરાદાબાદમાંથી પ્રેમિકાને મળવા આવેલા બે યુવકો હોબાળો મચાવ્યો હતો. બાદમાં ખબર પડી કે, બંને છોકરાઓ સાથે એક જ છોકરી ગેમ રમી રહી હતી. માહિતી મળતા પોલીસ બંને યુવકોને સ્ટેશને લઈ ગઈ હતી. જ્યાં તેમના વિરુદ્ધ શાંતિભંગની કાર્યવાહી કરવામા આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ભોટિયા પડાવ વિસ્તારમાં રહેતી એક યુવતી ઓનલાઈન ગેમ પબજી રમવાની શોખિન હતી.

એક છોકરી બે છોકરા સાથે ગેમ રમતી, મીઠી મીઠી વાતો કરતી

લગભગ બે વર્ષ પહેલા ઓનલાઈન ગેમ રમવાના શોખ દરમિયાન તેમની દોસ્તી રાજસ્થાનના એક યુવક સાથે થઈ, ત્યારથી બંને એક સાથે પબજી રમતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને મોબાઈલ નંબર પણ શેર કર્યા અને ફોન પર વાત કરવાનુ શરૂ થયું. બંને પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા કે, બંનેએ મળવાનું નક્કી કર્યું. આ ઘટનાની વચ્ચે એક મહિના પહેલા ઓનલાઈન ગેમ દરમિયાન યુવતીને મુરાદાબાદ નિવાસી અન્ય એક યુવક સાથે દોસ્તી થઈ. અહીં પણ બંને વચ્ચે પ્રેમ થયો. યુવતીએ મુરાદાબાદ નિવાસી યુવકને પણ મળવા માટે હલ્દાની બોલાવ્યો હતો. શુક્રવારે બંને એક સાથે યુવતીને મળવા મલ્લા ગોરખપુર હલ્દ્વાની પહોંચ્યા હતા. 

બંને યુવકોને એક સાથે એક જ જગ્યાએ મળવા બોલાવ્યા

અહીં પહોંચતા જ બંને યુવકોએ આ મારી છે, નહીં મારી છે, કહી ને ઝઘડવા લાગ્યા હતા. હોબાળો થતાં કોઈએ પોલીસને જાણ કરી. પોલીસ બંનેને પકડીને સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, બંને વિરુદ્ધ શાંતિભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામા આવી છે. 

યુવતીએ પણ લાફો મારી દીધો

યુવતીએ બંને યુવકોને એક સાથે શા માટે બોલાવ્યા, તે કોઈને પણ સમજાતું નથી. કહેવાય છે કે, મલ્લા ગોરખપુરમાં હોબાળો થયો ત્યારે યુવતી પણ ત્યાં હાજર હતી, તેણે બંને યુવકોને ઝઘડો કરતા જોઈ રાજસ્થાનના યુવકને લાફો મારી દીધો હતો.

બંને પ્રોફેશનલ ખેલાડી

પબજી ગેમ રમવામાં આ બંને યુવકો પ્રોફેશનલ લેવલના ખેલાડી છે. બંનેની ગેમ જોઈને યુવતી તેમના તરફ આકર્ષાઈ હતી. બંને સાથે ગેમ રમવાની સાથે સાથે મીઠી મીઠી વાતો પણ કરતી હતી. બંને યુવકો યુવતીને પોતાની પ્રેમિકા સમજી તેમના મળવા પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ