Local Body Elections Result 2021 in Ahmedabad municipal corporation
ચૂંટણી /
Ahmedabad Municipal Corporation Result : અમદાવાદમાં 'આપ'ને જાકારો, ભાજપની પ્રચંડ જીત
Team VTV03:59 PM, 23 Feb 21
| Updated: 10:30 PM, 23 Feb 21
આજે અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ જાહેર થયા છે. જેમાં અમદાવાદના 48 વોર્ડની 191 બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી. જેના પરિણામો જાહેર થયા છે.
ગુજરાતની 6 મનપાની ચૂંટણીના પરિણામો
અમદાવાદ મનપાની ચૂંટણીની મતગણતરી
અમદાવાદની 48 વોર્ડની 192 બેઠકોનો પરિણામ
21 ફેબ્રુઆરીએ ચૂંટણીમાં અમદાવાદ મનપામાં 42.41% મતદાન નોંધાયુ હતું. જેની આજે મતગણતરી યોજાઇ હતી. અમદાવાદ મનપાની 192 બેઠકના પરિણામ આવ્યા છે. અમદાવાદમાં 1 બેઠક બિનહરીફ થતાં ભાજપના ફાળે છે. અમદાવાદમાં કુલ 192 બેઠકોમાંથી 159 પર ભાજપ, 25 પર કોંગ્રેસ, 1 અપક્ષ અને 8 પર અન્ય પક્ષની જીત થઇ છે.
અમદાવાદમાં 2015માં ભાજપને 143 બેઠક પર મળી હતી સરસાઈ
2015માં 192 બેઠકમાં 143 બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસને 48 અને અપક્ષ ઉમેદવારોને 1 જ બેઠક મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી બાદ લાગતુ હતુ કે, કંઈ ફેર જણાશે પણ તેવું થઈ શક્યુ નથી.
અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 191 બેઠકોની આજે મત ગણતરી હાથ ધરાઇ છે. અમદાવાદમાં કુલ 773 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાં ભાજપના 191, કોંગ્રેસના 188 ઉમેદવારો મેદાનમાં હતા. તો AAPના 165 અને 87 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા.