બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / lobbying for Rajkot South seat by rajkot Khodaldham

ટિકિટની ખેંચતાણ / ચાર્ટર્ડ પ્લેનથી નરેશ પટેલની દોડ, ટિકિટ માંગતા BJPના દિગ્ગજ નેતાને પત્તું કપાવવાનો ડર: સૌરાષ્ટ્રની આ બેઠક બની હાઈપ્રોફાઇલ

Dhruv

Last Updated: 12:11 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ચૂંટણી યોજાય એ પહેલાં જ રાજકોટના ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અમદાવાદની મુલાકાતે આવતા રાજકારણમાં ગરમાવો.

  • રાજકોટની દક્ષિણ બેઠક પર ખોડલધામે શરૂ કર્યું લોબિંગ
  • ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી દાવેદારી
  • નરેશ પટેલ-રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે કરી મુલાકાત!

તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે રાજકોટ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ગઈકાલે ચાર્ટર પ્લેનમાં અમદાવાદ આવતા એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ અમદાવાદ આવતાં ફરીવાર ચર્ચાઓને નવો વેગ મળ્યો છે. એમાંય વળી નરેશ પટેલ સાથે રમેશ ટીલાળા પણ અમદાવાદ આવ્યાં છે. મહત્વનું છે કે, રમેશ ટીલાળાએ ભાજપમાં રાજકોટ દક્ષિણ બેઠકની ટિકિટની માંગ કરી છે. જોકે નરેશ પટેલે અમદાવાદમાં કોની સાથે મુલાકાત કરી તે હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ખાસ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો

રાજકોટની દક્ષિણ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બની ગઇ છે. કારણ કે રાજકોટની દક્ષિણ બેઠક માટે ખોડલધામે લોબિંગ શરૂ કર્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે.
નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળ સાથે મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. ખાસ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદની મુલાકાત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રાજકોટની દક્ષિણ બેઠકમાં ભાજપના ઉપાધ્યક્ષ ભારત બોઘરા પણ લોબિંગ કરી રહ્યાં છે.

અત્યારના ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટિકિટ આપવા માંગ કરી

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા ગયેલા ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. તેઓ ટીલાળા રાજકોટની દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે.

PM મોદીને મળવા દિલ્હી ગયા હતા નરેશ પટેલ

રાદડિયાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા સંબોધ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી અને પ્રવીણ પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. જે બાદ  અનેક અટકળો વહેતી થઈ હતી. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે એવું તે અચાનક શું બન્યું કે નરેશ પટેલ છેક દિલ્હી મોદીને મળવા પહોંચ્યા. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં છે મોટું નામ

જોકે, હવે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.

ગત વખતની ચૂંટણીમાં ભાજપને થયું હતું મોટું નુકસાન

આપને જણાવી દઈએ કે, આ વખતે ગુજરાતના ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ છે. ત્યારે ભાજપ કોઈ જ રિસ્ક લેવા માગતું ન હોય અને શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને મોટું નુકસાન ગયું હતું અને કેટલીક તો પરંપરાગત વર્ષોથી ભાજપના ગઢ સમાન બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ