બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / liquor pipeline door to door form viral on social media PIB fact check and denied it

હોતું હશે! / Fact Check: સરકાર લગાવશે દારૂની પાઇપલાઇન! કેવા-કેવા મેસેજ વાયરલ થઈ જાય છે, જાણો સચ્ચાઈ

MayurN

Last Updated: 03:20 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં ભારત સરકાર લોકોના ઘરમાં દારૂની પાઇપલાઇન પાથરશે એવું કહેવામાં આવ્યું હતું જેને ફેકટ ચેક દ્વારા નકારી હતી.

  • દારૂની ઘરે ઘરે પાઇપલાઇન નંખાશે
  • વાયરલ થયું સરકારનું ફોર્મ 
  • પીઆઈબીએ કર્યું ફેક્ટ ચેક

સોશિયલ મીડિયા પર નવરા બેસેલા લોકો કંઇ પણ લખતા અને શેર કરતા રહે છે અને આવા લોકોના કારણે ઘણી અફવાઓ લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. અવારનવાર કંઈક એવું વાયરલ થાય છે, જેમાં ન તો માથું હોય છે ન તો પગ. હવે જરા વિચારો, શું એવું બની શકે કે ભારત સરકાર લોકોના ઘરમાં દારૂની પાઇપલાઇન પાથરે? તમે પણ આ વાત પર હસી રહ્યા હશો, પરંતુ હવે પીઆઈબીએ આ સમાચાર પર ફેક્ટ-ચેક કરવું પડ્યું. જ્યાં દેશમાં પાણીની પાઈપલાઈન યોગ્ય રીતે નથી ત્યાં દારૂની પાઈપલાઈન કેવી રીતે હોઈ શકે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર મુજબ ભારત સરકાર ઘરોમાં દારૂની પાઈપલાઈન નાખવા જઈ રહી છે.

શું છે પૂરો મામલો?
ચાલો તમને જણાવી દઇએ કે, શું છે આખો મામલો, હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ફોર્મ વાયરલ થઇ રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દારૂના પાઇપલાઇન કનેક્શન માટેની અરજી... નીચે નિયમો અને કાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માનનીય વડા પ્રધાને દરરોજ દારૂ પીનારા લોકો માટે દારૂનું પાઇપલાઇન કનેક્શન આપવા માટેની અરજીઓ કરી છે.

 

રૂ 11,000 માં કનેકશન 
ઈચ્છા ધરાવનાર વ્યક્તિ આ અરજી ફોર્મને 11 હજાર રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં જમા કરાવે. હવે જે પણ નકામી વ્યક્તિએ આ કામ કર્યું છે, તેને હિન્દી પણ બરાબર લખતા નથી આવડતું. તેમણે વધુમાં લખ્યું છે કે, અરજીપત્રક મળ્યાના એક મહિના બાદ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને તમારા ઘરે મીટરવાળી દારૂની પાઇપલાઇન નાખવામાં આવશે. બાદમાં વપરાશ મુજબ બિલ આવશે.

લોકોએ આપ્યા રિએકશન
આ આવેદન પત્રમાં અરજદારનું નામ, સરનામું અને ફોટો પણ માંગવામાં આવ્યા છે. હવે યુઝર્સ તેના પર ખુબ જ મસ્તી કરી રહ્યા છે. લોકો પંચાયતની વેબ સિરીઝ પાર્ટ 2ને ઘણા બધા મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. પીઆઈબીએ પણ આ મામલે મશ્કરી કરી હતી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું, "ચિલ મિત્રો, તમારી આશાઓને આટલી ઉંચાઈએ પણ ન લઈ જાઓ. આ ટ્વીટ પર લોકો ફની કમેન્ટ્સ પણ પોસ્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જેમણે 11,000 રૂપિયાની ડીડી બનાવીને આપી છે, તેમનું હવે શું થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ