નાનકડા એવા તલના દાણામાં છે ગુણોનો ખજાનો, શિયાળામાં કરો ખાસ ઉપયોગ

By : juhiparikh 12:25 PM, 06 December 2018 | Updated : 12:27 PM, 06 December 2018
તલ ભલે દેખાવમાં નાના હોય પરંતુ ગુણથી ખૂબ જ ભરપૂર હોય છે. ખાસ કરીને તલનુ તેલ શિયાળામાં મહિલાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તલના તેલમાં વિટામિન E, B કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મેગ્રેનિશયમ, ફોસ્ફરસ  અને પ્રોટીન રહેલુ છે. જે હાડકાને મજબૂત બનાવે છે અને વાળને પર સારા કરે છે. આ સાથે જ ટેન્શન દૂર કરવા માટે શરીરના દરેક ભાગે તલના તેલથી માલિશ કરી શકાય છે. એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર તલનુ તેલ વધતી ઉંમરની અસર, વાયરસ અને બેક્ટેરિયા ઈન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ ગરમાવો આપે છે એટલે શિયાળામાં ખાસ ઉપયોગ કરવો જોઇએ. 

તલના તેલમાં ડાઇટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે. જેનાથી હાડકા મજબૂત થાય છે આ સિવાય બાળકોને પણ તલના તેલથી માલિશ કરવામાં આવે તો તેના હાડકાના વિકાસમાં મદદરૂપ થાય છે. તલના તેલમાં રહેલું મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને સેલેનિયમ મસલ્સને એક્ટિવ બનાવવામાં મદદરૂપ થાય છે. 

તલનું તેલ દાંત માટે પણ લાભદાયી છે. સવારે-રાત્રે બ્રશ કર્યા પછી તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે અને સાથે મોઢામાં ચાંદાની સમસ્યા રહેતી હોય તો તલના તેલમાં સિંધુ મીઠું ઉમેરીને ચાંદા પર લગાવવાથી રાહત મળશે. 

તલનું તેલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તલની મદદથી ત્વચાને પોષણ મળે છે અને ભેજ જળવાઇ રહે છે. તલના તેલમાં વિટામિન B અને વિટામિન E હોય છે. જે સ્કીન માટે ખૂબ જ સારા છે. તલના તેલથી રેગ્યૂલર મસાજ કરવાથી ત્વચાની ચમક જળવાઇ રહે છે. આ સિવાય ફાટેલી એડીઓ ફરીથી કોમળ બનાવવા માટે તલના તેલનો ગરમ કરીને તેમાં મીઠું અને મીણ ઉમેરીને લગાવો, વાઢિયા તરત મટી જશે. આ સિવાય શરીરના કોઇપણ અંગ દાઝી ગયુ હોય તો તલને પીસીને ઘી અને કપૂર સાથે લગાવવાથી આરામ મળશે અને ઘા પર રૂઝ ઝડપથી આવશે.

આ તેલથી મહિલાઓ બ્રેસ્ટ પર મસાજ કરે તો બ્રેસ્ડ સુડોળ બનશે. તલના તેલમાં વિટામિન  Eની માત્રા વધારે હોય છે. જેથી તલના તેલથી માલિશ કરવાથી બ્રેસ્ટ લચી નહીં પડે.

તલનું તેલ વાળને અંદર સુધી પોષણ આપવાનું કામ કરે છે. તલના તેલને હૂંફાળું ગરમ કરો અને હાથથી સ્કેલ્પ પર મસાજ કરો. થોડી વાર આ તેલ વાળમાં રહેવા દો અને પછી નોર્મલ પાણીથી વાળ ધોઇ લો. આ સિવાય તલના તેલથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેનાથી વાળ ઝડપથી વધે છે. જો તમારા વાળ ખરતા હોય તો આ તેલથી માલિશ ચોક્કસ કરવી જોઇએ. Recent Story

Popular Story