બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Leopard snatches baby from lactating mother's lap in Vavkundli village body found in forest
Mahadev Dave
Last Updated: 04:59 PM, 30 July 2022
ADVERTISEMENT
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત રહ્યો છે. જેને લઇને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામમાં માતા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી આ વેળાએ ત્રાટકેલા દીપડાએ બાળક પર હુમલો કરી બાળકને ખેંચી ગયો હતો. ત્યારબાદ જગલ વિસ્તારમાંથી મૃત બાળક મળી આવતા ચકચાર મચી છે.
વનવિભાગે 12 જેટલી ટોમો બનાવી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી
વાવકુંડલી ગામે આવેલા બાળિયા ફળિયા વિસ્તારમાં કાળુભાઇ રણછોડ ભાઈના પત્ની પોતાના આઠ માસના બાળક મયુરને સ્તનપાન કરાવી રહી હતી આ દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં દીપડો આવ્યો હતો અને બાળકને દીપડો સ્તનપાન કરાવતી માતાના ખોળામાંથી ખેંચી ગયો હતો.જેને લઈને માતાએ બૂમાબૂમ કરીને દીપડાનો પીછો કરતા દીપડો નાશી છૂટયો હતો આ બનાવને લઈને લોકોને ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ જંગલમાં દોટ મૂકી બાળકની શોધખોળ આદરી હતી. અને સરપંચ સહીતના લોકોએ વનવિભાગને જાણ કરી હતી. આથી વનવિભાગની ટીમ દોડી આવી હતી અને વનવિભાગે અલગ અલગ 12 જેટલી ટોમો બનાવી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. વનવિભાગની ટીમે શોધ કરતા ડુંગરના જગલ વિસ્તારમાંથી બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું.
આશરે બે માસ આગઉ પણ દીપડાએ હુમલો કર્યો હતો
મહત્વનું છે કે આશરે બે માસ આગઉ પણ ઘોઘંબાના વાવકુલ્લી ગામે માનવભક્ષી દીપડાએ માતા સાથે મીઠી ઊંઘ માણી રહેલ બે માસની બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતા તેણીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારબાદ ફરી દીપડાએ હુમલો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.