જાણો કપાળ પર લાગતા તિલકના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

By : vishal 07:45 PM, 04 December 2018 | Updated : 07:45 PM, 04 December 2018
અત્યારના સમયમાં, ઘણા હિન્દુઓ દરરોજ તિલક કરતાં નથી. મહિલાઓ તેને જૂની પરંપરા ગણે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં સાથે અનુરૂપ લાગતી નથી, પણ ઘણી મહિલાઓ બિંદી કરે છે. પણ પૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ છે તિલક છે. 

ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે. ભારતીય પરંપરામાં તિલક લગાવવાનું અનિવાર્ય છે. 

એટલે કોઈ પણ શુભ કર્મોનું કામ કરતા પહેલા તિલક લગાવવામાં આવે છે. તિલક હંમેશા ભૂમધ્ય કે અજાચક્ર સ્થાન પર લગાવવામાં આવે છે. શરીર શાસ્ત્રની દૃષ્ટીએ આ સ્થાન પીનિયલ ગ્રંથીનો છે. 

પ્રકાશ સાથે તેનો ગાઢ સંબંધ છે. એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે કોઈની આંખો પર પટ્ટી બાંધી તેના મસ્તીષ્કને ઢાંકીને તેની પીનિયલ ગ્રંથીને ઉદીપ્ત કરવામાં આવી તો તેના મસ્તીષ્કની અંદર પ્રકાશની અનુભુતિ થશે.

માથા પર તિલક લગાવવાથી મસ્તીષ્કમાં પોઝીટિવ એનર્જીનું સંચાલન થાય છે. આથી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે પણ કોઈ સારૂ કામ કરવાનું હોય માથા પર તિલક લગાવવામાં આવે છે. 

ધાર્મિક કાર્યમાં આ પ્રક્રીયા કરવાથી જે કાર્ય આરંભ્યુ હોય તો તેમા સફળતા મળે છે. કોઈ વિધ્ન આવતુ નથી. માનસિક વ્યાધિ ટળે છે. શારિરીક વ્યાધિ ટળે છે. આથી માથા પર કુમકુમ કે ચંદનનો ચાંદલો કે તિલક ધારણ કરવાથી પોઝિટીવ એનર્જી આવે છે.

ધ્યાન ધારણના સમયે સાધકના ચિતમાં પ્રકાસ અવતરિત થાય છે. તેનો સીધો સંબંધ આ સ્થૂળ અવયવથી પ્રભાવિત થશે. બંને ભ્રમરની વચ્ચે કેટલીક સંનેદનશીલતા જરૂરી છે. 

જો આપણે આંખો બંધ કરીએતો કોઈ ભુમધ્યની નજીક આંગળીની નજીક વિચિત્ર અનુભવ થાય છે. આ તૃત્રીય નેત્રને પ્રતીત કરાવે છે. આને તમે આંગળી ભૃકુટી મધ્યમાં લઈને અનુભવ કરી શકો છો. આથી જ્યારે તીલક લગાવો તો તેનાથી અચાનક નિયમિત સ્ફુરણ મળે છે.Recent Story

Popular Story