Team VTV08:48 AM, 29 Dec 21
| Updated: 08:50 AM, 29 Dec 21
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનો 3.2ની તીવ્રતા વાળો આંચકાનો અનુભવ થયો હતો.
મંગળવાર મોડીરાત્રે મોરબીની ધરા ધ્રુજી
3.2ની તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા
બુધવાર વહેલી સવારે આંદામાન અને નિકોબારમાં પણ આંચકા અનુભવાયા
મોરબીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો જ્યારે મીઠી નીંદર માણી રહ્યા હતા તે દરમિયાન 11:34 મિનિટે અચાનક ધરતીમાં ધ્રુજારીનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. મોરબીમાં મોડી રાત્રે આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મોરબીથી 98 કિમી દૂર આમરણ નજીક બાલંભા પાસે નોંધાયું હતું.
An earthquake of magnitude 4.3 occurred around 5:30 this morning 165km SSE of Portblair, Andaman and Nicobar island: National Center for Seismology pic.twitter.com/PaKZtkPcAH
બધુવારે આંદામાન અને નિકોબાર ભૂકંપના આંચકા અનુભવાયા
ઉલ્લેખનીય છે કે, બુધવારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આજે એટલે કે, બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.