બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / land for job scam cbi files charge sheet against lalu yadav rabri devi and misa bharti

કોભાંડ / CBI દ્વારા લાલુ, રાબડી, મીસા ભારતી સામે ચાર્જશીટ દાખલ, જમીન-નોકરી કૌભાંડ કેસમાં થઇ કાર્યવાહી

MayurN

Last Updated: 09:46 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીબીઆઈએ લાલુ યાદવ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી અને અન્ય 16 લોકો સામે જમીન-નોકરી કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

  • લાલુ પ્રસાદ યાદવ સામે મોટી કાર્યવાહી 
  • જમીન-નોકરી કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ
  • રેલ્વેમાં નોકરી આપવાના સામે જમીન લેતા

લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીબીઆઈએ લાલુ યાદવ, બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી અને તેમની પુત્રી મીસા ભારતી અને અન્ય 16 લોકો સામે જમીન-નોકરી કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલામાં તપાસ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને જમીન લઈને નોકરી આપવાની જાણકારી મળી છે.

જોબ સામે જમીન લેવામાં આવતી
આરોપ અનુસાર લાલુ યાદવ જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે નોકરી આપવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવતા હતા. 18 મેના રોજ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી અને હેમા યાદવ સહિત અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. આ વર્ષે મે મહિનામાં એક સાથે 17 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ એ છે કે રેલવેમાં ગ્રુપ ડીની નોકરીના બદલામાં પટનામાં મુખ્ય સંપત્તિ લાલુના પરિવારના સભ્યોને વેચવામાં આવી હતી અથવા ભેટ આપવામાં આવી હતી.

 

ભોલા યાદવની પુછપરછ કરવામાં આવી
થોડા દિવસ પહેલા સીબીઆઇએ ભોલા યાદવને જમીન-નોકરીના કેસમાં દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ બાદ ભોલા યાદવની સીબીઆઇએ ધરપકડ કરી હતી. લગભગ એક મહિના બાદ ભોલા યાદવને દિલ્હીથી જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે ભોલા યાદવની સાથે સાથે રેલવેમાં કામ કરતા હૃદય નારાયણ ચૌધરીની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2004 થી 2009 ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રમાં રેલ્વે પ્રધાન હતા ત્યારે ભોલા યાદવ લાલુના ઓએસડી હતા. આ જ કારણ છે કે સીબીઆઇએ જ્યારે નોકરીના બદલામાં જમીન લેવાના મામલાની તપાસ શરૂ કરી તો ભોલા યાદવની પણ પૂછપરછ કરવામાં આવી.

નોકરીના બદલામાં જમીન કૌભાંડ શું હતું?
લાલુ પ્રસાદ યાદવ પર રેલવેમાં નોકરીના બદલામાં ઘણા લોકો પાસેથી જમીન લઇ લેવાનો આરોપ હતો. સીબીઆઈએ આ કૌભાંડ મામલે 18 મે, 2022ના રોજ તત્કાલીન રેલવે મંત્રી લાલુ યાદવ અને તેમની પત્ની, બે પુત્રીઓ અને અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત 15 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તત્કાલીન રેલવે પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રેલવેના વિવિધ વિભાગોના પદો પર ગ્રુપ "ડી" ની નિમણૂકના બદલામાં પરિવારના સભ્યોના નામે જમીનની સંપત્તિ સ્થાનાંતરિત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ