બ્રેકિંગ ન્યુઝ
VTV / Lakhs of devotees throng the Bhavnath fair this tradition is the main attraction of the fair
Mahadev Dave
Last Updated: 05:37 PM, 17 February 2023
ADVERTISEMENT
સંત અને સુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. સાધુઓના પિયર એવા જૂનાગઢમાં પરંપરાગત મેળામાં લાખો ભક્તો ઉમટી પડી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. બીજી તરફ શ્રધ્ધાળુઓના આગમનને લઈ ઠેર ઠેર રસોડા પણ ધમધમી રહ્યા છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વને યાત્રાળુઓ ઉમટી પડતા હર હર ભોલેના નાદથી ગિરનાર ગુંજી ઉઠ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢના ભવનાથમાં દર મહાશિવરાત્રી પર મેળાનું આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી
મહાશિવરાત્રીને લઈને ધોરાજી ST વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં ધોરાજી એસટી વિભાગ દ્વારા મહાશિવરાત્રીને લઈને વધારીની બસ દોડાવવામાં આવી રહી છે. આ બસના રૂટની વાત કરી એ તો વડોદરા, જામનગર, અમરેલી, વેરાવળ સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. અને ધોરાજી એસટી વિભાગ દ્વારા 16 બસો દોડાવવામાં આવે છે. જ્યારે જેતપુર ST વિભાગ દ્વારા 18 બસો એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે. મહા શિવરાત્રીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, જૂનાગઢ મેળામાં જવા માટે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
દિગંબર સાધુઓ મેળાનું આકર્ષણ
ADVERTISEMENT
આવતીકાલે મહાશિવરાત્રીને પગલે જૂનાગઢ જવામાં શ્રધ્ધાળુઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આવતીકાલે શાહી સવારી, શાહી સ્નાન માટે લાખો લોકો આજથી ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુઓના અખાડો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.