બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / krk tweet against akshay kumar that he give contract to kill krk

બોલિવૂડ / અક્ષય કુમારે મને મારવાની સોપારી આપી: બોલિવૂડના આ ખાને લગાવ્યો સનસનીખેજ આરોપ, લોકો બોલ્યા-કોઈ વિશ્વાસ નહીં કરે

Arohi

Last Updated: 01:13 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRK Tweet: કમાલ રાશિદ ખાન ઉર્ફ KRK મોટાભાગે પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં રહે છે. KRKએ પોતાના નવા ટ્વીટમાં અક્ષય કુમાર પર આરોપ લગાવ્યા છે કે તે તેમને જાનથી મારી નાખવા માટે સોપારી આપે છે.

  • KRKએ અક્ષય કુમારને લઈને કરી ટ્વીટ
  • KRKએ અક્ષય પર લગાવ્યા આરોપ 
  • કહ્યું અક્ષયે આપી મને મારી નાખવા માટે સોપારી 

એક્ટર અને પોતાને ફિલ્મ ક્રિટિક કહેતા કમાલ રાશિદ ખાન ઉર્ફ KRK હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમના નિવેદન એવા હોય છે કે તે ઘણી વખત મુસિબતમાં ઘેરાઈ જાય છે. પોતાના ટ્વીટ અને નિવેદનોના કારણે ઘણી વખત KRK કાયદાકીય વિવાદમાં ફસાઈ ચુક્યા છે. પરંતુ સૌથી પહેલા આવો જાણીએ કે KRKએ અક્ષયને લઈને શું ખુલાસો કર્યો છે. 

ટ્વીટ કરી KRKએ કર્યો ખુલાસો 
KRKએ પોતાના નવા ટ્વીટ દ્વારા ઘણા ચોંકાવનારી વાતોનો ખુલાસો કર્યો છે. KRK અનુસાર અક્ષય કુમાર તેમને જાનથી મારવા માટે સોપારી આપે છે. અક્ષય તેમને જેલમાં પણ મરાવી દેવા માંગતા હતા. પરંતુ તે બહાર આવી ગયા. પરંતુ રાશિદ ખાનનું એવું પણ કહેવું છે કે અક્ષય કુમારે એક વખત ફરિથી તેમના નામની સોપારી આપી છે અને જેલમાં કે પોલીસ સ્ટેશનમાં તેમને મારવાનો પ્લાન બનાવ્યો છે. 

મને મારવા માટે ફરી આપી સોપારી 
KRKએ ટ્વીટમાં લખ્યું છે કે મારા બોલિવુડમાં દરેકની સાથે સારા સંબંધ છે સિવાય અક્ષય કુમારના. તેમણે મને જેલમાં પણ મારવા માટે સોપારી આપી હતી અને મારી ધરપકડ કરાવી હતી. હું ભાગ્યશાળી હતો કે જેલમાંથી બહાર આવી ગયો. તે મને ફરી મારવા માટે સોપારી આપી રહ્યા છે. જો મને કંઈ થઈ જાય તો તેના માટે અક્ષય કુમાર જવાબદાર છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરણ જોહરનું મારી હત્યાથી કોઈ લેવા દેવા નથી. 

આ ઉપરાંત પણ KRKએ એક ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે અક્ષય કુમાર અનુસાર મારે તેમને કેનેડિયન કુમાર ન કહેવું જોઈએ. હું તેમને કેનેડિયન કેમ ન કહું, જ્યારે તે કેનેડિયન નેશનલ છે. જ્યારે તેમની પાસે કેનેડામાં કરોડો રૂપિયાની સંપત્તિ છે. હું નિશ્ચિત રીતે કેનેડિયન કુમાર કહીશ. તે મને મારવા માટે શક્તિનો ઉપયોગ કરી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bollywood News Contract killer KRK કમાલ રાશિદ ખાન Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ