બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kolhapur band hindu groups huge protest aurangzeb whatsapp status issue

મહારાષ્ટ્ર / કોલ્હાપુરમાં ભારેલો અગ્નિ, એક WhatsApp સ્ટેટસથી લોકો ઉકળી ઉઠ્યાં, રસ્તા પર મચાવ્યું 'તાંડવ', કર્ફ્યુ લગાવાયો

Hiralal

Last Updated: 02:57 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મોગલ બાદશાહ ઔરંગઝેબ પર WhatsApp સ્ટેટસથી બબાલ મચી હતી અને કેટલાક લોકોએ પથ્થરમારો અને આગજની કરી હતી.

  • મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે હિંસા
  • પથ્થરમારો અને આગજની 
  • ઔરંગઝેબ પર WhatsApp સ્ટેટસથી બબાલ મચી 

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મોગલ બાદશાહ ઔરંગઝેબની પ્રશંસા કરતું એક વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે સવારે 10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકરો એકઠા થયા હતા. તેઓની માંગ છે કે આવું કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હિન્દુ સંગઠનોએ આની માંગ માટે આજે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. હિન્દુ કાર્યકરો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આમાંથી કેટલાક કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ પણ કરી હતી, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ અને અશ્રુવાયુના શેલનો ઉપયોગ કર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે પોલીસ ટીમો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ સમગ્ર મામલા પર ડીજીપી ખુદ નજર રાખી રહ્યા છે.

શા માટે થઈ બબાલ 
હકીકતમાં ત્રણ યુવકોએ ઔરંગઝેબની પ્રશંસા કરતું અને બે કોમ વચ્ચે વિવાદ ઊભો કરીને એક વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું, જે ખૂબ વાયરલ થયું હતું. તેની સામે હિન્દુ સંગઠનોએ કોલ્હાપુર બંધનું એલાન આપ્યું હતું. આ ચેલેન્જ પર હજારો હિન્દુ કાર્યકર્તાઓ છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરી હતી, ત્યારબાદ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો.

શહેરમાં કર્ફ્યુ

કોલ્હાપુર પોલીસ દ્વારા શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે જે પછી શાંતિ છવાઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી રહી છે. 

વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા ત્રણ સગીર યુવકો સામે FIR 
આ વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા ત્રણ સગીર યુવકો સામે FIR દાખલ કરવામાં આવી હતી, પરંતુ હિન્દુ સંગઠનોની માંગ છે કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. 

અહમદનગરમાં ચાર લોકો સામે કેસ દાખલ
થોડા સમય અગાઉ અહમદનગરમાં એક સરઘસ દરમિયાન ઔરંગઝેબના પોસ્ટર લહેરાવવામાં આવ્યા હતા. તેની સામે કાર્યવાહી કરતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. એક સમુદાયને બીજા સમુદાય સામે ગુનો કરવા માટે ઉશ્કેરવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ગુનાઓ કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ તેમના પર કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

kolhapur violence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ